Vadodara

અમદાવાદથી મુંબઈ જતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એસી ઠપ્પ

મુસાફરોએ એસી બંધ થઈ જતા વડોદરા રેલવે સ્ટેશન પર હોબાળો મચાવ્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.6

અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ જતી ટ્રેન શતાબ્દી એક્સપ્રેસની એસી સિસ્ટમ ફેલ થઈ જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવી પડી હતી. અમદાવાદથી નીકળ્યા ત્યારથી જ એસી કામ કરતું નહીં હોવાના આક્ષેપ સાથે મુસાફરોએ વડોદરા રેલવે સ્ટેશન પર હોબાળો મચાવ્યો હતો.

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોએ સ્ટેશન માસ્તર અને ટીટીને ઘેરી લઈ ફરિયાદ નોંધાવી હતી. મામલો બીચકતા રેલવે કર્મચારીઓએ તાત્કાલિક ટેકનિકલ ટીમ બોલાવી એસી રીપેર કરવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ કલાકો સુધી ટ્રેન વડોદરા સ્ટેશને રોકાયેલી રહી હતી. જ્યાં એસી શરૂ નહીં થતા કેટલાક મુસાફરોને અન્ય કોચમાં સેટ કરવામાં આવ્યા હતા સાથે જ અસરગ્રસ્ત મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અને રિફંડ આપવામાં આવશે. જેને લઈને રેલવે ભાડાની રકમ રિફંડ કરવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. મહિલા મુસાફરે જણાવ્યું હતું કે, અમે લોકો અમદાવાદથી બેઠા હતા. શતાબ્દી ટ્રેન ત્યાં મુકાઈ જાય છે અને અડધો કલાક રાહ જોઈ એમને કીધુ C1 કોચ આવ્યો નથી. કારણ કે જ્યારે બોમ્બે થી ટ્રેન આવી હતી. ત્યારે, તેની સ્પ્રિંગ ખરાબ હતી. એટલે અમે લોકો બહાર તડકામાં રાહ જોઈ, સી વન કોચ આવ્યો અને પછી સફાઈ કરી 3:10 એ ટ્રેન ઉપડી. ત્યારે, એસી ચાલતું ન હતું. અમે બધા પેસેન્જરોએ ફરિયાદ કરી અમને કીધું પાંચ દસ મિનિટ સપોર્ટ કરો. કોમ્પ્રેસર હમણાં ચાલુ થઈ જશે. અમે અત્યારે, વડોદરામાં આવ્યા હતા. બે કલાક થઈ ગયા પણ એ લોકોએ કોઈ એસી ચાલુ કર્યું નહોતું. હવે એવું કહે છે કે, અહીંયા ગેસ ખરાબ થઈ ગયો છે. ગેસ ખલાસ થઈ ગયો છે. એટલા માટે આ તકલીફ ઊભી થઈ છે. ડબ્બામાં દેખાય છે કે ગેસ એક્સપાયર્ડ છે કશું ચેક કરતા નથી, રીન્યુ કરતા નથી. અમને એટલુ જ કીધું યાર્ડ માંથી ડબ્બો આવ્યો છે. એટલે અમને કોઈ જાણકારી નથી અને અમે જ્યારે કીધું કે અમને રિફંડ આપી દો તો બદલામાં ઉડાઉ જવાબ આપ્યો હતો.

Most Popular

To Top