અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના રહસ્યમય મોતનો મામલો દિવસેને દિવસે વધુ ગૂંચવણભર્યો બનતો જઈ રહ્યો છે. હજુ પણ આ મામલે રહસ્યમય અકબંધ છે. પોલીસને પણ હજુ સુધી મોતનું ચોક્કસ કારણ હાથ લાગ્યું નથી. હવે સૌની નજર અંતિમ મેડિકલ રિપોર્ટ પર ટકેલી છે. જેના પોલીસ આગળ તપાસ હાથ ધરશે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના રહસ્યમય મોત મામલે નાની દીકરી રાહાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના ચોક્કસ કારણ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી, જેના કારણે સમગ્ર કેસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે તબીબો દ્વારા તૈયાર કરાયેલા પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોત કેવી રીતે થયું તે અંગે કોઈ નિશ્ચિત નિષ્કર્ષ આપવામાં આવ્યો નથી. રિપોર્ટમાં મોતના કારણને લઈને કોઈ ચોક્કસ કે તારણ કહેવામાં આવ્યું છે, પૂરતા પુરાવા ના મળતા કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. આ પરિસ્થિતિ પોલીસની તપાસ માટે વધુ જટિલ બની છે. ચાંદખેડા પોલીસે હવે મોતનું સાચું કારણ જાણવા માટે નિષ્ણાંત તબીબોની મદદ લીધી છે. જેમાં વિગતવાર અને અંતિમ મેડિકલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ મામલે સુત્રોનું કહેવું છે કે, જ્યાં સુધી મેડિકલ રિપોર્ટમાં મોતનું સ્પષ્ટ કારણ સામે નહીં આવે, ત્યાં સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું શક્ય નથી.