દરરોજ સવાર-સાંજ ભારતના વિવિધ ધાર્મિક સ્થાનોમાં હજ્જારો લોકો તેમના આરાધ્ય દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરે છે. આ દૃશ્ય નિહાળીએ ત્યારે એવું લાગે કે લોકો કેટલા ધાર્મિક પ્રવૃત્તિના, શ્રદ્ધાળુ અને શાણા છે ? આસ્તિકવાના પૂજારી છે ? ભારતની સંસ્કૃતિ ભવ્ય છે. પ્રાચિન છે, અદ્યાત્મવાદી છે, ઇશ્વરવાદી છે અને એથીય વિશેષ આ ભૂમિ પર ગાંધી, ટાગોર, મહર્ષિ અરવિંદ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ જેવાં મહાત્માઓ અવતર્યા.
હવે પ્રશ્ન એ થશે કે આવી ધાર્મિક, માનવતાવાદી, ઇશ્વરવાદી પ્રજા પોતાની કર્તવ્ય પરાયણતા, નિષ્ઠાને નેવે મૂકી, કાયદાનું ઉલ્લઘંન કેમ કરતી હશે? પોતાની જવાબદારી કે ફરજ અદા કરવામાં નિષ્ફળ કેમ નિવડતી હશે? પ્રજાનો આ વિરોધાભાસ સમજવો મુશ્કેલ છે. બધા જ લોકો કાયદાનું ઉલ્લંઘન કરે છે એવું કહેવાનો આશય નથી. પરંતુ મોટાભાગના લોકોનું વલણ આ પ્રકારનું જોવા મળે છે.
મોટાભાગના લોકો જાહેર જીવનમાં અત્યંત ધાર્મિક દેખાય છે અને પાછલે બારણે પોતાનો અંગત સ્વાર્થ સાધવા નીતિ-નિયમોને કોરાણે મૂકી દે છે ! આમાં તર્ક સંગતતા કે ન્યાય સંગતતા નથી. ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે સગવડો પૂરી પાડે કે પ્રજા કલ્યાણ માટેના સંસાધનો વિકાસવે તેની કદર થવી જોઇએ અને તેનો પૂરતો લાભ ઊઠાવી તેની જાળવણી માટેની સભાનતા બને પ્રતિબદૃતા પ્રજા એ દાખવવી જોઇએ. અહીં આપણે કાચા પડીએ છીએ.
ડુમસનો સી-ફેઇઝ વિકસાવે, એકવેરિયમ બનાવે, સાયન્સ સેન્ટર બનાવે, ઇન્ડોર સ્ટેડિયમ બનાવે, ઓડીટોરિયમ બનાવે, નેચરપાર્ક બનાવે, સ્વીમિંગ પૂલ-બાગ-બગીચાનું નિર્માણ કરે તેને મેઇન્ટેન રાખવા સફાઇ કામદારો નીમે. વોચમેન નીમે, આ સધળુ કોના માટે ? સામાન્ય પ્રજા કોઇપણ પ્રકારના જાતિગત્-ભેદભાવ વિના તેનો લાભ લઇ શકે આ ઉદ્દેશથી જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકાર આ પ્રકારની માળખાકીય સુવિધાઓ વિકસાવે છે. આવા જાહેર સ્થળોની જાળવણીમાં પ્રજા તરીકે આપણી કોઇ ભૂમિકા ખરી કે નહિ?
આપણે નિયમિત વીજ બિલ કે વેરાબિલ ન ભરીએ કયારેક વીજ ચોરી કરીએ તો સરકાર શું કરે? સરકાર વિદ્યાર્થીઓને મુસાફરી માટે ફ્રિ બસપાસ આપે શિષ્યવૃત્તિ આપે, ડ્રેસ આપે, પુસ્તકો આપે, ટેબ્લેટ આપે, તેમ છતાં વિદ્યાર્થી, વિદ્યાનો અર્થ ન બને તો સરકાર શું કરે? સરકાર શાળાના ભવ્ય મકાનો બનાવે, શિક્ષકો અધ્યાપકોને નિયમિત ધોરણે પૂરો પગાર ચૂકવે, મોંઘવારી ભથ્થુ આપે મેડિકલ સહાય કરે, એલ.ટી.સી. આપે તેમ છતાં શિક્ષક-અધ્યાપક નિષ્ઠાથી ભણવોજ નહિ તો સરકાર શું કરે ?
સરકાર ખેડૂતો માટે પશુ સહાય યોજના ઘડે, કૃષિના સાધનો ખરીદવા માટે સબસિડિ આપે, સસ્તુ અનાજ આપે, સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવાની યોજના ઘડે, પોષણશ્રમ આહાર પૂરો પાડે, આરોગ્ય લક્ષી તપાસ કરાવે અને સહાય પણ કરે તેમ છતા, તેનો લાભ ઊઠાવવાને બદલે આપણે ગેરલાભ ઊઠાવીએ તો સરકાર શું કરે ? ગ્રાહકો સાઇબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે સરકાર એડવાઇઝરી જાહેર કરે. સંદેશાઓ મોકલે, જાહેરાતો કરે છતાં લોભી ગ્રાહકો લાખો ગુમાવે તો સરકાર શું કરે ? બેંકો લોન આપે ધિરાણ આપે અને આપણે તેનું નિયમિત ચૂકવણુ નહિ કરીએ તો દોષ કોનો ? આપણા જાહેર સામાજિક જીવનમાં અને વર્તનમાં ભારે કોન્ટ્રાડિકશન જોવા મળે છે ! લેખની શરૂઆતનું દૃશ્ય કેટલુ સુધક અને સુંવાળુ લાગે છે ? તેની બીજી બાજુની વાસ્તવિકતા કેટલી દુ:ખદ અને ખરબચડી છે ?!
એક બાજુ લોકો વધુને વધુ ધાર્મિક, સાંપ્રદાયિક અને સનાતની બનતાં જાય છે. સામાજિક-ધાર્મિક પરંપરાને જડની જેમ પાળે છે બીજી તરફ રોજિંદા જીવનમાં ડગલે ને પગલે સરકારના કાયદાઓનું ધરાર ઉલ્લંઘન કરે છે ! અને તેમાં બહાદુરી અને ગૌરવ અનુભવે છે. આમ જોવા જઇએ તો આ કાયદાઓ, નીતિ નિયમો, આપણી સુખાકારી અને સંરક્ષણ માટે બનાવ્યા કે છતાં તે આપણે જ તોડીએ છીએ ?! આપણે, આપણા હક્ક માટે જેટલાં સજાગ છીએ એટલા ફરજ પ્રત્યે સજાગ છીએ ખરા ?
હવે કહો, ઊંટને કેટલા વાંકા ??? પ્રજા તરીકે આપણે ડગલે ને પગલે ખોટું કરતાં હોઇએ તો સરકાર શું કરે ? પ્રજા તરીકે આપણી પણ કેટલીક જવાબદારીઓ છે તે ભૂલી જઇએ છીએ અને દોષનો ટોપલો સરકાર પર ઢોળીએ છીએ. અહીં સરકારનો પક્ષ લઇ તેની સરાહના કરવાનો આશય નથી. પ્રજા પક્ષે આત્મનિરીક્ષણ કરવાનો ઉદ્દેશ છે. માણસ, પરમાત્માનું શ્રેષ્ઠતમ સર્જન છે તે યાદ કરાવવાનો આશય છે..
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.