Gujarat

ઉદ્યોગોને ‘સિંગલ ક્લિક’થી રૂ. 1349 કરોડની સહાય : ડે સીએમ હર્ષ સંઘવીએ 11,000થી વધુ લાભાર્થીઓના ખાતામાં સીધા નાણાં જમા કરાવ્યા

ગાંધીનગર,
રાજ્યમાં ઉદ્યોગ અને MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવાના હેતુથી રાજય સરકારે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. સુરત ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ’ દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમોને કુલ રૂ. 1349.50 કરોડની સહાય સીધી જ બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.

આ કાર્યક્રમ હેઠળ ટેક્નોલોજીના માધ્યમથી પારદર્શક રીતે કુલ 11,029 લાભાર્થીઓને ઈ-પેમેન્ટ મારફતે સહાય પહોંચાડવામાં આવી છે. ચૂકવવામાં આવેલી આ રકમમાં મુખ્યત્વે, • ​MSME યોજનાઓ હેઠળ 7,495 લાભાર્થીઓને રૂ. 299.75 કરોડ ચૂકવાયા છે.• ટેક્ષટાઇલ યોજના અંતર્ગત 3,423 લાભાર્થીઓને રૂ. 538.76 કરોડની સહાય આપવામાં આવી છે.• લાર્જ ઇન્ડસ્ટ્રી (મોટા ઉદ્યોગો) ના 111 લાભાર્થીઓને રૂ. 510.99 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઔદ્યોગિક સહાયની પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સરળ અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રકારના આયોજનથી લાભાર્થીઓને કોઈ પણ વિલંબ વગર સમયસર સહાય પ્રાપ્ત થાય છે, જે રાજ્યમાં ઉદ્યોગ વિકાસ, ઉત્પાદન વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે પૂરક સાબિત થશે. રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને આર્થિક માળખાને વધુ મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

Most Popular

To Top