Halol

ઘાયલ કપીરાજનું હાલોલમાં સફળ રેસ્ક્યુ: સિદ્ધાંત જીવદયા ટીમે તાત્કાલિક સારવાર અપાવી

કુતરાઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલો કપીરાજ બચાવ્યો
વધુ સારવાર માટે ધોબીકુવા ફોરેસ્ટ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડાયો

હાલોલ | તા. 1-5-2026
હાલોલના કંજરી રોડ પર આવેલી ઉમા સોસાયટી વિસ્તારમાં ગંભીર રીતે ઘાયલ થયેલા કપીરાજનું સિદ્ધાંત જીવદયા ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ટેલિફોનિક જાણ થતાં ટીમના અંકિતભાઈ અને પિન્ટુભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કપીરાજ પર ચારથી પાંચ કુતરાઓએ હુમલો કર્યો હતો. હુમલાના કારણે ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને કપીરાજ ચાલી શકે તેવી સ્થિતિમાં નહોતો.
ત્યારબાદ ટીમના પુનમભાઈ, જયેશભાઈ અને યોગેશભાઈની મદદથી કપીરાજનું રેસ્ક્યુ કરીને તરત જ એનિમલ હોસ્પિટલ ખાતે લઈ જઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે ધોબીકુવા ફોરેસ્ટ રેસ્ક્યુ સેન્ટર ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
આ કામગીરી ચંદ્રિકાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રતિનિધિ: યોગેશ ચૌહાણ

Most Popular

To Top