SURAT

સુરત મતગણતરી અપડેટ:

કથીરિયા પરિવારની લીડ, સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં આપને ઝટકો

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ચાલી રહેલી મતગણતરીમાં પ્રારંભિક રાઉન્ડથી જ રસપ્રદ ટ્રેન્ડ્સ સામે આવી રહ્યા છે. ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયા પોતાના પ્રતિસ્પર્ધી સામે આગળ ચાલી રહી છે. વોર્ડ નં. 3માં ભાજપ અને આપ વચ્ચે કટોકટીનો મુકાબલો છે, જ્યાં બંને પક્ષે 2-2 બેઠક પર લીડ મેળવી છે.

ઉધના દક્ષિણના વોર્ડ નં. 24માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન ટક્કર છે, જ્યારે અમરોલી-મોટાવરાછાના વોર્ડ નં. 2માં કોંગ્રેસ આગળ છે. કોટ વિસ્તારના વોર્ડ નં. 12 અને ઉમરવાડા-માતાવાડીના વોર્ડ નં. 14માં ભાજપ મજબૂત સ્થિતિમાં છે. આંજણા-ડુંભાલના વોર્ડ નં. 19માં કોંગ્રેસ ચારેય બેઠકો પર લીડ ધરાવે છે. બીજી તરફ, સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં આ વખતે આપને પ્રારંભિક તબક્કામાં જ નુકસાનના સંકેતો મળી રહ્યા છે, જે ચૂંટણીના પરિણામોમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે.

Most Popular

To Top