Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૫૦% મહિલા અનામત રાજીવ ગાંધીના કારણે છે : શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ : સંસદ અને ધારાસભામાં મહિલાઓને અનામત માટે ૨૦૨૩માં સર્વસંમતિથી કાયદો પસાર થઈ ગયો હોવા છતાં મહિલાઓને અન્યાય કરવા માટે જ ભાજપ પ્રજાના પૈસાનો ભયંકર વ્યય થાય તેવું સંસદ અને ધારાસભામાં બિલ મહિલા અનામતની આડમાં લાવેલ. જે કાવતરું નિષ્ફળ ગયું છે. મહિલા અનામતનો કાયદો પસાર થઈ ગયો છે. તાત્કાલિક તેને સરકાર લાગુ કરે. આ માટે જો કોઈપણ સુધારાની જરૂર હોય તો સરકાર સંસદ બોલાવે અને તમામ વિરોધ પક્ષ તેને સાથ આપશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦% બહેનો માટે અનામત મળી છે, તે સ્વ. રાજીવ ગાંધી અને કોંગ્રેસના કારણે છે, તેવું સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ.

અમદાવાદ મનપાની ચૂંટણી માટે વિવિધ વોર્ડમાં ચૂંટણી સભાઓમાં રાજ્યસભામાં સાંસદ શકિતસિંહ ગોહિલે વધુમાં કહ્યું હતુ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ભાજપની ટકાવારી અને નેતાઓની ટકાવારી ચડાવ્યા પછી જ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાય છે, માટે જ બ્રીજનું ઉદઘાટન થાય તે પહેલા બ્રીજ તૂટે છે. ભાજપના કુશાસનમાં નવે નવો બ્રીજ ભ્રષ્ટાચારના કારણે તૂટે છે પછી તેને દુર કરવા માટે બનાવવાના ખર્ચ કરતા પણ વધારે રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાય છે. ભાજપ ભ્રમ પેદા કરી મસમોટા સંખ્યાબળ સાથે સત્તામાં ભૂતકાળમાં આવ્યો અને મજબુત વિરોધપક્ષની સંખ્યા મતદાતાઓએ ન આપી તેથી ભાજપ ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવામાં સફળ રહ્યો છે,

Most Popular

To Top