Gujarat

ધંધુકાના ચકચારી યુવક હત્યા કેસમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 18 એપ્રિલના રોજ સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ અથડામણ થઈ હતી. આ હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આજે તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ધંધુકામાં 18મી એપ્રિલના શનિવારના રોજ બાઈક ઓવરટેક કરવા જેવી નજીક બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ કરી હતી. આ બંનેને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરી કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તમામ પક્ષોની દલીલો બાદ કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Most Popular

To Top