Charchapatra

ગરીબનો બેલી પરમેશ્વર

અનુસૂચિત જનજાતિ સરળ શબ્દમાં કહીએ તો આદિવાસી સગીર છોકરીને લગ્ન કરીને મધ્ય પ્રદેશથી છેક કેરળ લગી લઈ જવામાં આવી. કુંભમેળામાં પેટિયું રળતી આ છોકરી તેના સૌંદર્યને કારણે વાયરલ થઈ હતી. સમાચારમાં જો કે એવી સ્પષ્ટતા કરાઇ છે કે આ વિશે એક ખોટું નેરેશન ઊભું કરાઇ રહ્યું છે / હતું. વાસ્તવમાં આ એક અંગત મામલો છે. ખેર, એ જે કંઇ હોય તે.

મહત્ત્વના બે મુદ્દા જોઈએ તો સૌ પ્રથમ એ ધ્યાનમાં આવે છે કે એક સગીર વયની કન્યાને ખોટા દસ્તાવેજ દ્વારા પરણાવી દેવામાં આવી. બીજું કે એમ.પી. થી છેક કેરળ સુધી જો આના તાર જોડાયેલા હોય તો આ બાબત કેટલી ગંભીર છે. પણ કહેવત છે ને ‘ગરીબનો બેલી પરમેશ્વર’. પરમાત્માને પ્રાર્થના કે પેલી ફિલ્મ ‘કેરળ સ્ટોરી’ જેવું આ અબુધ છોકરીનું ના થાય. સંતોષ એટલો છે કે સરકારી તંત્ર હવે કંઇક ઊંઘમાંથી ઊઠ્યું છે અને પગલાં લેવા માંડ્યું છે. જો એ છોકરી આદિવાસી હોય તો એ સમાજવાળા પણ આમાં કંઇક કરે.
સુરત     – ચેતન સુશીલ જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top