


શહેરના એરપોર્ટથી સંગમ ચાર રસ્તા તરફ જવાના મુખ્ય માર્ગ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી એક ફોર વ્હીલર કારના ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત સમયે કારમાં કુલ ચાર લોકો સવાર હતા, જેઓનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર પલટી ખાતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સામાન્ય ઈજા પામેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું છે.