ગાંધીનગર : રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાઓ વચ્ચે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. રાજ્ય સરકાર, ઈન્ડિયન ઓઈલ કોર્પો. (IOCL) અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપીને આ ખાતરી આપવામાં આવી છે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર જરૂરી પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે. “નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની કે પેનિક થવાની જરૂર નથી. રાજ્ય પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે,” એમ તેમણે ઉમેર્યું હતું.