Halol

હાલોલમાં શરીર સંબંધિત ગુનામાં બે આરોપી ઝડપાયા

પોલીસના કડક અભિયાન હેઠળ ટાઉન પોલીસે કરી કાર્યવાહી
સર્વેલન્સ ટીમની મદદથી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ

હાલોલ, તા. 18
હાલોલ શહેરમાં શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ટાઉન પોલીસે ઝડપી પાડ્યા છે. પંચમહાલ જિલ્લામાં આવા ગુનાઓને અટકાવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી, જેના આધારે હાલોલ પોલીસ સક્રિય બની કામગીરી હાથ ધરી રહી છે.
નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. જાડેજાના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરીને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં ધવલભાઈ રાજુભાઈ બારોટ અને રાજેશભાઈ અજયભાઈ બારોટનો સમાવેશ થાય છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે અને જિલ્લામાં આવા ગુનાઓને અટકાવવા માટે સતત નજર રાખવામાં આવી રહી છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top