Charchapatra

ઊંઘ માટેના સરળ ઉપાયો

ઘણી વ્યક્તિઓને ઊંઘ ઘણી મોડી આવે છે અથવા તો કેટલાક વહેલા જાગી જાય છે તો કેટલાક લોકોને ઊંઘ જ નથી આવતી હોતી તો આ નીચે જણાવેલ ઉપાયો ખૂબ જ ઉપયોગી છે. રોજ ઊંઘવાનો એક ચોક્કસ સમય નક્કી કરો અને સવારે ઉઠવાનો પણ એક સમય ચોક્કસ નક્કી કરો. આ કારણે તમારું મગજ આ નિયમને અનુસરવાનું શરૂ કરશે. તમારા સુવાના રૂમને ઠંડો રાખો. ગરમ વાતાવરણમાં ઊંઘ આવવામાં તકલીફ પડે છે. ઊંઘવાના એક કલાક પહેલા મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યુટરનો ઉપયોગ બંધ કરો. રોજ નિયમિત ૩૦ થી ૪૦ મિનિટ કસરત કરો. ઊંઘવાના ત્રણ કલાક અગાઉ કસરત કરવી નહીં.

રોજ ૩૦ થી ૪૦ મિનિટ તડકામાં ચાલો. એકથી ચાર ગણો ત્યાં સુધી ઊંડો શ્વાસ લો. એકથી સાત ગણો ત્યાં સુધી શ્વાસ ને રોકી રાખો અને એકથી આઠ ગણો ત્યાં સુધી શ્વાસને બહાર કાઢો. આ કસરત કરવાથી ચિંતા અને તણાવ ઘટે છે, મગજ એકદમ શાંત થઈ જાય છે. મુક્ત અને હળવા મને સુઈ જશો તો તમને ચોક્કસ સરળતાથી ઊંઘ આવી જશે. જો આ પ્રકારના તમે ઉપાય અજમાવશો તો ચોક્કસ તમને ઊંઘની તકલીફ દૂર થશે અને સરળતાથી તમે સુઈ જઈ શકશો અને સ્વસ્થ રહી શકશો.
અમેરિકા – ડૉ ચંદ્રેશ જરદોશ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top