SURAT

સુરતમાં ડીજીપી ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ

ગુનાખોરી સામે પોલીસને સખત કાર્યવાહી કરવા સૂચના

ગુજરાત રાજ્યના ડીજીપી ડૉ. કે.એન. રાવ બે દિવસીય મુલાકાતે સુરત શહેર પહોંચતા જ પોલીસ તંત્રમાં ચકચાર જોવા મળી હતી. સુરત પહોંચતા જ ડીજીપીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ સીધા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા જ્યાં શહેર અને રેન્જના પોલીસ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ કરવામાં આવી.

આ બેઠકમાં ગુજરાત પોલીસના આઈજી, ડીઆઈજી, ડીસીપી સહિત સુરત રેન્જના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન શહેરમાં વધી રહેલી ગુનાખોરી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે.

પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, ડીજીપી ડૉ. કે.એન. રાવે ખાસ કરીને ક્રાઈમ કંટ્રોલને લઈને અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. શહેરમાં લૂંટ, ચોરી, છેતરપિંડી અને અન્ય ગુનાઓ સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે સાથે ગુનાઓની તપાસ વધુ ઝડપી અને પારદર્શક બને તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ડીજીપી દ્વારા અધિકારીઓને જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે અને કોઈપણ પ્રકારની ગુનાખોરીને બરદાશ્ત કરવામાં નહીં આવે. ગુનાખોરો સામે કડક પગલાં લેવાય અને લોકોને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે પોલીસ તંત્રને વધુ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. બેઠક દરમિયાન શહેરમાં પેટ્રોલિંગ વધારવા, સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવા અને ટેક્નોલોજી આધારિત તપાસને વધુ મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ રહી છે.

પોલીસ બેઠકમાં આગામી સમયમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top