હિટ એન્ડ રન કેસ સહિતના ગુનાના આરોપો, ડીપોર્ટ કરવાની તૈયારી
અમેરિકામાં રહેતા એક ભારતીય નાગરિકની ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે તેની સામે અગાઉથી “ક્રિમિનલ હિસ્ટ્રી” નોંધાયેલી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે.U.S. Immigration and Customs Enforcement (ICE) ની એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સ (ERO) ટીમે જણાવ્યું કે ભારતીય નાગરિક જસ્કરણ સિંહને San Diegoમાં અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે તેના સામે હિટ-એન્ડ-રન સહિતના ગુનાઓનો રેકોર્ડ છે.
ERO ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “ICE San Diegoએ ભારતના નાગરિક જસ્કરણ સિંહને ધરપકડ કરી છે. તેની સામે અગાઉથી ક્રિમિનલ કેસ છે અને તેના પર અંતિમ ‘ઓર્ડર ઓફ રિમૂવલ’ લાગુ છે.”વધુમાં
અધિકારીઓના જણાવ્યા મુજબ, જસ્કરણ સિંહને હાલ ICE કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે અને તેની સામે ડીપોર્ટેશન સંબંધિત પ્રક્રિયા ચાલુ રહેશે. આ પ્રક્રિયા દરમિયાન નક્કી કરવામાં આવે છે કે કોઈ વિદેશી નાગરિકને અમેરિકામાં રહેવાની મંજૂરી મળશે કે તેને પોતાના દેશમાં પાછો મોકલવામાં આવશે.
આ ઘટના પછી એક દિવસ પહેલાં પણ સમાન કાર્યવાહી સામે આવી હતી. ICEના જણાવ્યા મુજબ અન્ય એક ભારતીય નાગરિક જશનપ્રીત સિંહને પણ San Diegoમાં જ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે “ક્રિમિનલ હિસ્ટ્રી”માં ગંભીર આરોપો નોંધાયેલા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
જશનપ્રીત સિંહ પર આતંક ફેલાવવાના ઇરાદે ધમકી આપવી, ઘાતક હથિયારથી હુમલો કરવો અને નશાની હાલતમાં વાહન ચલાવવાના (DUI) આરોપો લાગેલા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓએ જણાવ્યું કે આવા કેસોમાં આરોપીઓની વિગતવાર તપાસ કરવામાં આવે છે અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને ડીપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ બંને ભારતીય નાગરિકો ICE કસ્ટડીમાં છે અને તેમની સામેની કાર્યવાહી ચાલુ છે.
આ ઘટનાઓ પછી અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો માટે ઇમિગ્રેશન કાયદા અને ક્રિમિનલ કેસોને લઈને સખત કાર્યવાહી થતી હોવાની ચર્ચા ફરી તેજ બની છે.