હોળી આવી.દર વર્ષે આવે છે.આ વર્ષે પણ આવી.જ્યારે હોળી આવે ત્યારે આ ગીત તો સાંભળવા મળે જ.’હોલી કે દિન.રંગો મેં રંગ મિલ જાતે હૈં.’ ( ફિલ્મ ‘શોલે’)આ વાત એટલા માટે યાદ આવી કે,ફિલ્મ ‘શોલે’ માં ધર્મેન્દ્રજીએ હેમાજી બસંતી સાથે આ ગીત ગાયું ત્યારે જયાજીને વિધવા બતાવેલાં અને અને તેઓ મનોમન દુ:ખી થતાં હતાં. આજે જયારે ધર્મેન્દ્રજી નથી ત્યારે હેમાજીની એ વ્યથા હશે.ધરમજી વિનાની હેમાજીની હોળી તેમને કેટલી વ્યથિત કરતી હશે એ તો તેઓ જ જાણે.પણ આ હોળી પર જેઓ પણ આ ગીત સાંભળશે કે યાદ કરશે તેમને ધરમજીની ગેરહાજરીનું દુ:ખ તો અવશ્ય થશે જ.આજે જયાજી છે,બચ્ચનજી છે,તેઓ તો રંગ બરસે વાયું ગીત ગાશે જ.હોળી એ પ્રેમીઓની છૂટછાટનો દિવસ છે.
આ દિવસે મન ગમતા પાત્રના ગાલને સ્પર્શીને ગુલાલ લગાવવામાં આવે તો છેડતીનો ગુનો નોંધાતો નથી.’હોલી કે બહાને તું છેડ ના મુજે કહીને વાત પતી જાય છે.યુવતીઓ પણ એમ ઈચ્છતી હોય છે કે તેમનું મનપસંદ પાત્ર તેમને રંગ લગાવી જાય.પરંતું જેનું મન પસંદ પાત્ર આ દુનિયામાં રહ્યું નથી તેણે તો મનોમન જ રંગાવું પડે છે યાદોના સહારે.પ્રભુ હેમાજીને ધરમજીની ગેરહાજરી સહન કરવાની શકિત આપે તેવી મનોકામના.આ તહેવારમાં મનોમનતો પ્રિયપાત્રને રંગતા જ હોય છે.આજે છૂટ છે.રંગજો.હોલી ફક્ત ખુશીનો દિવસ બની રહે એ રીતે રમજો,પ્રેમભાવ વધવા જોઈએ, વેરભાવ નહિ.
હેપ્પી હોલી.
સુરત – પ્રવિણ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
“ગુજરાત મા લગ્ન નોધણી નિયમોમાં સૂચિત સુધારા અંગે જન જાગૃતિ જરૂરી”
ગુજરાત માં લગ્ન નોધણી નિયમોમાં સૂચિત સુધારા અંગે સૂચનો મંગાવવા આવ્યા છે. સૂચિત સુધારા ના કેટલાક ભય સ્થાન ધ્યાને લેવા જોઈએ (૧) જાતિવાદ ને પ્રોત્સાહન મળશે (૨) ગરીબ વર્ગ ના છોકરા છોકરી ધનવાન લોકો ના ભોગ બનશે કેમ કે એકવાર સબંધ બાંધ્યા પછી માતા પિતા ની સમતી ન મળે તો અનેક પ્રશ્નો નો સામનો કરવો પડશે.(૩) બંધારણ ના આર્ટિકલ નો ભંગ થાય છે (૪) પુખ્ત વયની વ્યક્તિને મતાધિકાર નો બંધારણીય હક તે જ રીતે લગ્ન પણ પસંદગી ના પાત્ર સાથે કરવાનો બંધારણીય હક છે (૫) આંતરજ્ઞાતિય લગ્ન ને પ્રોત્સાહન મળશે નહી.(૬) વર્ગ વિગ્રહ ને પ્રોત્સાહન મળશે.
સુરત -ચંદ્રકાન્ત રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.