હું શ્રેષ્ઠ એ મનોવૃત્તિ આત્મસન્માનની દૃષ્ટિએ યોગ્ય પરંતુ હું જ શ્રેષ્ઠ એ આત્મશ્લાધા ગણી શકાય. વિવિધ ક્ષેત્રોમાં ઘણી શ્રેષ્ઠ અને બાહોશ વ્યક્તિઓ હોય છે. જે અન્ય વ્યક્તિઓની ગણના તૃણ સમાન કરતી હોય. સ્વયં કાબેલિયત ધરાવતા હોય એનો અર્થ એ નથી કે અન્ય વ્ય્તિ પણ હોશિયાર કે કાબેલિયત ધરાવનાર નથી. રાજકારણ, રમતગમત, સાહિત્ય, કળા શિક્ષણ વિ. અનેક ક્ષેત્રે ક્યારેક યોગ્ય વ્યક્તિને અન્યાય થતો જણાય છે. અમુક સત્તાધારક વ્યક્તિ યોગ્ય વ્યક્તિને રનડાઉન કરી એમનો આત્મવિશ્વાસ ડગાવી દેતા હોય છે.
આગળ નહીં આવવા દેવાની વિકૃતઋ ધરાવતા હોય. આવી ભાવના અમુક અંશે વેરભાવના કહી હકાય. કદાચિત મનથી ડરતા હોય કે મારાથી વધુ આગળ પ્રગતિ કરી જશે અને મારુ મહત્ત્વ ઘટી જશે. ઇશ્વરે સૌ માં કંઇક ને કંઇક ખૂબી મૂકી જ હોય છે. તેમજ ખામી પણ મૂકી હોય છે. ખૂબ પારખીને એમને પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ પુણ્યકાર્ય જ ગણી શકાય. જો અહમ આડે ન આવતો હોય તો બાકી આપણે બુધ્ધિમાન હોઇએ તો બીજા બુધ્ધિવિહિન કે મૂર્ખ નથી જ હોતા.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લહાણી નહી રોજગારી આપો
દેશમાં ચૂંટણી પહેલા સરકાર સામે વિપક્ષો દ્વારા કરાતી મફત લહાણીની જાહેરાતોથી સુપ્રિમ કોર્ટે કડક વલણ અપનાવીને સરકારને જણાવ્યું છે કે, મફત ભોજન, વીજળી અને હવે તો સીધી રોકડ ટ્રાન્સફર થવા લાગી છે. જેના ઉપરીત પરિણમ સ્વરૂપ જનતા આળસુ અમે નિષ્ક્રીય બની છે. સરકાર વોટ મેળવવાના હેતુથી મફત વિતરણ સીસ્ટમ ચાલુ રાખી છે. જેથી જંગી દેવુ થઇ ગયુ લછે. અમે વિકાસ માટે પુરતુ ભંડોળ રહ્યુ નથી જે દુ:ખદ બાબત છે. સરકાર મફત લહાણીના બદલે રોજગારીની તકો ઊભી કરે જેથી જનતા સ્વાયતથી જીવતી નિર્વાહ કરી શકે. આ અંગે વર્તમાન સરકાર અમે વિરોધી પક્ષોએ સંયુક્તપણે જનહિતમાં લહાણીઓ બંધ કરી રોજગાર નિર્માણ તરફ ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ.
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.