અમદાવાદ,
ગુજરાતને ટેક્નોલોજી અને નવીનતા ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે આધુનિક સુવિધાઓ સાથે રિસર્ચ પાર્ક સ્થાપવાની યોજના જાહેર કરવામાં આવી છે.
આ રિસર્ચ પાર્કનો હેતુ ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે સહકાર વધારી સંશોધન, નવીનતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ ગુજરાતને ટેક્નોલોજીકલ હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
રિસર્ચ પાર્કમાં ઉભરતી ટેક્નોલોજીને આધારે સાત વર્ટિકલ સ્થાપવામાં આવશે:
જેમાં Computing & ICT: HCI, Blockchain અને AR/VR ટેક્નોલોજી પર સંશોધન.
મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર અને લોજિસ્ટિક્સ માટે આધુનિક રોબોટિક્સ સોલ્યુશન્સ.
એડવાન્સ ઇલેક્ટ્રિકલ મશીન્સ, રિન્યુએબલ એનર્જી અને પાવર સિસ્ટમ્સ.
ગ્રીન ટેક્નોલોજી, કાર્બન કેપ્ચર અને પાણી શુદ્ધિકરણ.
ડિજિટલ પેમેન્ટ અને રેગ્યુલેટરી ઓટોમેશન.
મટીરિયલ્સ સાયન્સ, નેનોટેકનોલોજી અને પર્યાવરણ સંશોધન.
સાયબર સુરક્ષા તાલીમ અને સંશોધન (શિક્ષણ મંત્રાલયના સહયોગથી).
આ રિસર્ચ પાર્ક થકી ગુજરાત અને દેશને મળશે મોટા લાભ થશે. ઊંચી કૌશલ્ય ધરાવતા રોજગાર અવસરોનું સર્જન, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન, ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા સહકાર મજબૂત
સાયબર સુરક્ષા અને ડિજિટલ સશક્તિકરણ, ગ્રીન ટેક્નોલોજી અને ટકાઉ વિકાસને વેગ, રિસર્ચ પાર્ક રાજ્યના ટેક્નોલોજી ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે અને ગુજરાતને વૈશ્વિક સ્તરે નવીનતા અને સંશોધન ક્ષેત્રે આગવું સ્થાન અપાવશે.