Anand

આણંદમાં ઉદ્યોગનગરમાં આગ: ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી મોટું નુકસાન ટળ્યું

આણંદ:
વિઠ્ઠલ ઉદ્યોગનગર G.I.D.C ખાતે આવેલી GMM PROPUDAR નામની કંપનીમાં મોડી રાતે વેસ્ટેજ મટીરિયલમાં આગ લાગવાની ઘટના બની હતી. આગની જાણ થતાં જ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયર ડ્રાઈવર સહદેવસિંહ રાઠોડ, વિશાલ સિંહ ડોડ (સબ ઓફિસર), અશોકસિંહ, જેયાદ મલેક સહિતની ટીમે ઝડપી કાર્યવાહી કરી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી તેને સંપૂર્ણ રીતે બુઝાવી દીધી હતી.
સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડની સમયસર અને અસરકારક કામગીરીને કારણે મોટું નુકસાન ટળ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું.

Most Popular

To Top