Gujarat

૧૭મીએ સહકાર ક્ષેત્રની ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે

ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુંરૂપે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓની ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે.આ બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવ સ્તરના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપશે. સહકાર મંત્રાલયની મુખ્ય પહેલોની સમીક્ષા, અત્યાર સુધીની પ્રગતિનું મૂલ્યાંકન અને ભવિષ્ય માટે સંકલિત માર્ગરેખા તૈયાર કરવા આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થશે.બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવ સ્તરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સહકાર મંત્રાલયની મુખ્ય પહેલોની વ્યાપક સમીક્ષા, અત્યાર સુધી થયેલી પ્રગતિનું મૂલ્યાંકન તેમજ ભવિષ્ય માટે સંકલિત માર્ગરેખા ઘડવા પર ચર્ચા કરવામાં આવશે.

દેશભરમાં ૨ લાખ નવી મલ્ટી-પર્પઝ પ્રાથમિક કૃષિ સોસાયટીઓ, ડેરી અને મત્સ્ય સહકારી મંડળીઓની સ્થાપનાની પ્રગતિ બેઠકનો મુખ્ય વિષય રહેશે. સાથે સાથે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ આધુનિક ગોદામોના દેશવ્યાપી જાળને વિસ્તારવા અને ખેડૂતોને સંગ્રહ તથા બજાર સુધી વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા મુદ્દે વિચાર-વિમર્શ થશે.નિકાસ, જૈવિક ખેતી અને ગુણવત્તાયુક્ત બિયારણ ક્ષેત્રે રચાયેલી રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓમાં રાજ્યોની સક્રિય ભાગીદારી, સહકારી કાયદાઓમાં સમયબદ્ધ સુધારા, ૯૭મા બંધારણીય સુધારાને અનુરૂપ મોડેલ કાયદાનું અમલીકરણ, સહકારી ખાંડ મિલોની આર્થિક વ્યવહારક્ષમતા અને ડેરી ક્ષેત્રના ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં સામેલ રહેશે.આ ઉપરાંત, PACS અને રજીસ્ટ્રાર કચેરીઓના કોમ્પ્યુટરાઇઝેશન, નેશનલ સહકારી ડેટાબેઝનો ઉપયોગ, માનવ સંસાધન વિકાસ અને તાલીમ તેમજ નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશનની યોજનાઓના અમલીકરણ અંગે રાજ્યોની અપેક્ષાઓ પર ચર્ચા થશે. આ ‘મંથન બેઠક’ સહકારી સંઘવાદને વધુ મજબૂત બનાવતી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ગાઢ સંકલન વધારશે અને સહકારી સંસ્થાઓને પાયાના સ્તરે સમૃદ્ધિ, રોજગાર અને આત્મનિર્ભરતાનું શક્તિશાળી સાધન બનાવવાની દિશામાં માર્ગદર્શક સાબિત થશે.

Most Popular

To Top