Kolkata Emergency Landing: બુધવારે નેપાળના કાઠમંડુથી ઈસ્તંબુલ જવા નીકળેલા વિમાનના પાઈલટને એન્જીનમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. એ પછી આ વિમાનનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડીંગ કરાવવાની ફરજ પડી હતી. વિમાન ટર્કીશ એરલાઇન્સનું હતું. અત્યારે બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. લેન્ડીંગ બાદ હાલમાં વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.
ટર્કીશ એરલાઇન ફ્લાઇટ કાઠમંડુથી ઇસ્તંબુલ માટે ઉડાન ભરી હતી, પરંતુ તેના એન્જિનમાંથી ધુમાડો નીકળતો હોવાની શંકા હતી. ત્યારબાદ, વિમાને કોલકાતાના નેતાજી ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. હાલમાં બધા મુસાફરો સુરક્ષિત છે. એવું જાણવા મળ્યું છે કે તેમાં 236 મુસાફરો સવાર હતા.
આ ઘટના અંગે કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NSCBI) ના એરપોર્ટ ડિરેક્ટરે એક નિવેદન જારી કર્યું છે. એ મુજબ, કાઠમંડુથી ઇસ્તંબુલ જઈ રહેલા ટર્કીશ 727 વિમાનના કેપ્ટને કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલરને સંપર્ક કરીને જમણા એન્જીનમાં આગ લાગવાની શક્યતા વિષે જાણ કરી હતી. એ પછી વિમાન બપોરે 2:49 વાગ્યે NSCBI એરપોર્ટ પર ઉતર્યું હતું. તેમણે કહ્યું કે વિમાન હાલમાં કોલકાતા એરપોર્ટ પર છે અને તપાસ ચાલી રહી છે.