ઉત્તરપ્રદેશ જો સ્વતંત્ર દેશ હોત તો તે વસતીની દૃષ્ટિએ દુનિયાનો છઠ્ઠા ક્રમનો દેશ હોત. રાજ્યની ચોવીસ કરોડની વસતી છે. હમણાં ચાર-પાંચ વરસ અગાઉ યુપી તમામ બાબતે અરાજક, દૂષણો અને દુષ્ટોથી ખદબદતું રાજ્ય હતું. જેની લાઠી એની ભેંસ એ થિયરીમાં રાજ્યની માથાભારે જનતા જ નહીં, માયાવતી અને મુલાયમ સિંહ પ્લસ અખિલેશની સરકાર પણ માનતી હતી. ભદ્ર સમાજના લોકોનાં અપહરણ કરાવી રાજ્યનાં મુખ્યમંત્રીઓ સમાધાનો કરાવતો અને ફિરૌતીમાંથી મોટો કટ મેળવતા. ગુંડાઓ સરકારોના પ્રથમ ખોળાનાં પુત્રો ગણાતા. અન્સારીઓ, અહમદો, આઝમખાન વગેરે માટે સરકારો લખી લખીને અરધી અરધી થઈ જતી હતી. અદાલતમાં કેસ આવે તો એક નહીં, એક પછી એક દસ દસ હાઈકોર્ટના માનનીય જજો કેસમાંથી ફારગતી લઈ લેતા હતા. સરકારના ગુંડા જમાઈઓથી ન્યાયતંત્ર થરથર કાંપતુ હતું.
પરંતુ 2017 બાદ જે થયું તે દુનિયા અચરજ ભાવે જોતી જ રહી ગઈ. જે અશક્ય જણાતું હતું તેને શક્ય બનાવ્યું છે. આ યોગી એવો રાજવી છે જેનો જોટો ઈતિહાસ કે વર્તમાનમાં મળવો મુશ્કેલ છે. ગોરખપુર મંદિરના એ મહંત છે અને દીક્ષા લીધી ત્યારથી માત્ર ભગવાં વસ્ત્રો પહેરે છે. સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને પૂજા, અર્ચના, આરતી વગેરે કરે છે. ધ્યાન ઘરે છે, યોગ પ્રાણાયામ કરે છે અને ગૌશાળામાં ગાયોને ચારે ખવડાવે છે.
આ રીત મુખ્યમંત્રી બન્યા બાદ એમણે લખનૌમાં પણ ચાલુ રાખી છે. એમનો એક જ જીવનમંત્ર છે કે, ન ત્વહં કામયે રાજ્યં ન મૌક્ષ ન સ્વર્ગ ના પુનર્ભવમ, કામયે દુખત્પતાનાં પ્રાણિનાર્તિનાશમન (મને રાજ્ય જોઈતુ નથી, મૌક્ષ જોઈતો નથી કે નથી સ્વર્ગની કે પુનર્જન્મની ઈચ્છા. મારી ઈચ્છા દુ:ખથી તડપતાં પ્રાણીઓ, જીવોનાં દુ:ખોનો નાશ કરવાની છે) છેલ્લા આઠ વરસનાં શાસનમાં એમણે એમની આ ઈચ્છાને જ ધ્યેય ગણીને રાજ્ય ચલાવ્યું છે. આજે એ શક્તિશાળી નેતાનું સ્થાન પામ્યા છે. આજે દેશ અને દુનિયાના લોકો વિચારતાં અને આશા રાખતાં થઈ ગયા છે કે ભારતના હવે પછીના વડા પ્રધાન યોગી આદિત્ય નાથ બનશે.
વિદેશી ડાબેરીઓના ડીપ સ્ટેટના પ્યાદાની મીડિયા જો કોઈ હિંદુત્વના નામે સારૂં કામ કરે, એક મોટા જનસમુદાયનું ભલું કરે તો આ સંસ્થાઓ માનવાધિકારનો સૂર ફૂંકવા માંડે છે. ગુંડાઓના, ભ્રષ્ટાચારીઓના અધિકારોની જ તેઓને ખેવના છે. એક લેખમાં પૂછે છે કે શું યોગી આદિત્યનાથ વિલન છે? વાસ્તવમાં, ભારતનું ભલું કરો, પશ્ચિમની માનસિક ગુલામીમાંથી દેશને આઝાદી અપાવે એવા નેતાઓ પશ્ચિમના ડીપ સ્ટેટને મુદેય પસંદ નથી.
નરેન્દ્ર મોદીને તેઓ ડિકટેટર, તાનાશાહ ગણાવે. જ્યાં લખવાનું ઔચિત્વ ન હોય ત્યાં પણ તાનાશાહ વિશેષણ વાપરે. માનવાધિકારો, ધર્મસમાનતાના ખોટા પૂંછડાં પકડીને તેઓ ભારતને આગળ નહીં વધવાં દેવાની ફિરાકમાં હોય છે. ભારતમાં અમુક લોકો પણ તેઓને સાથ આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતનું અર્થતંત્ર ગર્તામાં જઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ ટ્રમ્પને અનુમોદન આપ્યું તે દરમિયાન ભારત આર્થિક રીતે પાંચમાં ક્રમે હતું. તેને પછાડીને ચોથા ક્રમે આવી ગયું.
યોગી આદિત્યનાથના સાનિધ્યમાં યુપી જ નહીં, ભારત મજબૂત બની રહ્યું છે. યુપીમાં માળખાંકીય બાંધકામો, રસ્તાઓ, વીજળી, બ્રિજ, મકાનો, ઉદ્યોગોનું નવનિર્માણ થઈ રહ્યું છે અને યોગીની સિધ્ધિઓની પ્રશંસા દેશના ઉદ્યોગપતિઓ તો કરી રહ્યા છે, એમના દુશ્મનો પણ કરી રહ્યા છે. લાખો એકર સરકારી જમીનો ખાલી કરાવી છે અને કોઈપણ ભેદભાવ વગર તેનો સદુપયોગ કર્યો છે.
સત્યની તલબ એવી કે કોઈપણનું કશું ખોટું ચલાવી લેતા નથી. કશો અહમ નથી. નમ્રતા અને સરળતા. માનવાધિકારની ગંદકી પીરસતા એમના વિરોધીઓ આક્ષેપ કરે છે કે એ માનવીય અધિકારો તેમ જ મુસ્લિમોને કચડે છે. બનારસ નજીક વિકાસ દુબે અને બીજા બે-ચાર હિન્દુઓનો તેમાંય બ્રાહ્મણોનો સફાયો બોલાવી દીધો તેનું શું? શું અતિક અહમેદ, મુખ્તાર અન્સારીને મનમરજી કરવા દેવાય તો જ મુસ્લિમો ખુશ રહે! એવા ક્યા મુસ્લિમોનો હક યોગીજીએ છીનવી લીધો?
વરસ 2029 સુધીમાં યોગીજી યુપીના અર્થતંત્રને એક ટ્રીલીયન (એક હજાર અબજ) ડોલર સુધી પહોંચાડવા માગે છે. આજે ત્રણસો અબજનું છે. ઘણાને પાંચ વરસના ગાળામાં આ શક્ય લાગતુ નથી. પરંતુ અત્યાર સુધીના આઠ વરસમાં યુપીએ વિકાસની દોટી મૂકી છે. યુપી દાયકાઓથી ભારતનું સૌથી ગરીબ રાજ્ય હતું. યોગીના વડપણ હેઠળ રાજ્યનો વાર્ષિક વિકાસ સરેરાશ સાત ટકા જેટલો રહ્યો છે. છેલ્લા ત્રણ વરસમાં ભારત જે ગતિએ આગળ વધ્યું. તેના કરતાં યુપીની ઝડપ વધુ રહી છે. યોગીજી કહે છે ભારતનું બિમાર રાજ્ય હવે વિકાસનું એન્જીન બન્યું છે.
રાજ્યમાં અદ્યતન માર્ગો બંધાયા છે. ગોરખપુરથી લખનૌ જાઓ કે લખનૌથી બીજે ક્યાયં પણ જાઓ, સપાટ, વિશાળ પાકા રસ્તાઓ પર ગાડીઓ પુરપાટ દોડે છે. યુપીમાં બાર હજાર કિલોમિટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધાયા છે. અઢાર નવાં વિમાનમથકો બંધાયા છે. 2017માં પાકિસ્તાનથી મોટા યુપી પાસે માત્ર છ એરપોર્ટ્સ હતા. દરેક ઋતુમાં ટકે એવા ટુલેન રસ્તાઓથી યુપીના તમામ ગામો સાંકાળી લેવાયા છે.
વીજળી ટકી રહે છે. સરકાર પાસે નાણાભંડોળની પણ કમી નથી. ભ્રષ્ટાચાર મટે તો કેવી ખુશહાલી આવે છે તેનો આ પુરાવો છે. પાછલા વરસે (2024માં) ઉત્તર પ્રદેશની 6.6 ટકા જીડીપી દેશમાં સૌથી ઊંચી રહી હતી. બિઝનેસ શરૂ કરવાના વાતાવરણમાં ધરખમ સુધારો થયો છે. જમીન અને કામદારોની બાબતમાં કાયદાઓમાં યોગ્ય સુધારાઓ કરાયા છે. ભારતના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ પાનગઢિયાના કહેવા પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની યોગ્ય સ્થિતિને કારણે રાજ્યના બિઝનેસ વાતાવરણ પર સૌથી સારી અને મોટી અસર પડી છે. નોઈડાનો વિકાસ નજરે ચડે એ રીતે થયો છે અને થઈ રહ્યો છે.
આજે આઈ.ટી મેન્યુફેકચરિંગ હબ તરીકે અગ્રેસર છે. સેમસંગ, ઝાયોમો અને ગૂગલ જેવી કંપનીઓ નોઈડામાં આવી ગઈ છે. જ્યાં એક સમયે આઈટી ઉદ્યોગપતિઓ, ડોકટરો અને એમનાં સંતાનોનાં અપહરણો રોજબરોજની ઘટનાઓ બની ગયાં હતાં. આજે કોઈ યુવતી સામે મોં ઊંચું કરીને જોઈ શકતું નથી. સંરક્ષણનાં સાધનો અને શાસ્ત્રોનું નિર્માણ, મિસાઈલો સહિત હવે યુપીમાં બને છે. આઈબીએમ જેન પેક્ટ જેવી અમેરિકન કંપનીઓએ યુપીમાં હેડક્વાર્ટસે ખોલ્યાં છે. અનેક ક્ષેત્રમાં અનેક નવી પ્રવૃતિઓ ધમધમી રહી છે. યાદી લાંબી છે. અંગ્રેજીમાં કહેવત છે કે જ્યારે પ્રજાની માઠી દશા બેસે ત્યારે તેને એવો નાલાયક રાજા મળે છે. યોગીજી પુરવાર કરે છે કે યુપીની સારી, શુભ દશા બેઠી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.