આઝાદી પછીની સ્થિતિએ અમીરો-ગરીબો વચ્ચેની ખાઈ ખૂબ ઊંડી થઈ ગઈ છે. હવે પૂરવાનું અશકય લાગે છે કેમ કે દરેકના મનમા બસ એક જ વિચાર ચકરાવે કે અમુક કામ તો ગરીબો જાણે લખાવીને લાવ્યા હોય તેમ તેઓ એ જ કરવાના? કાશ આપણે વિકાસની પરિભાષા સમજવી પડશે કે આઝાદીના પછીના નેવુનાં દાયકા બાદ વિકાસ એટલી ઝડપે વધી રહ્યો કે ઉંચી ઉંચી ઈમારતોને નીચેથી જોનારાઓની સંખ્યા વધતી જાય છે. દરેક બાબતમાં અસમાનતા જોવાં મળે, બેરોજગારીનો આંક શેરબજારની જેમ વધતો જાય પણ કદી ઘટતો નથી. મીડિયમને આપણે માધ્યમ બનાવી દીધું, અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરનારો. શિક્ષણ તો એક સમાન હોવું જોઈએ. આઝાદી પહેલાં તો કોન્વેન્ટ સ્કૂલ એટલાં માટે હતી કે પ્રાદેશિક ભાષામાં ઉચ્ચ અધિકારીઓ ખૂબ જ જૂજ પ્રમાણમાં બનતા હતા. હવે તો ગુજરાતી ias, ips,irs થવા લાગ્યા છે ત્યારે કાશ વિકાસની પરિભાષામાં વિકાસ ‘vikas’ન બની જાય.
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સરકાર ગાયને ‘રાષ્ટ્રીય પ્રાણી’ બનાવે
ગાયને આપણે પરાપૂર્વથી ગાયમાતા તરીકે પૂજતા આવ્યા છીએ. શ્વેતક્રાંતિ લાવનાર ગાય આપણી કૃષિ સંસ્કૃતિ તેમજ ઋષિસંસ્કૃતિના પાયાસમાન છે. અર્થતંત્રનું પણ ઉદ્દભવ સ્થાન છે. ગાયનું રક્ષણ (ભક્ષણ નહીં) અને સંવર્ધન થવું જ જોઇએ, પરંતુ દયાની માને ડાકણ ખાય, માનવતા જાય ભાડમાં! પરદેશીઓને ગૌમાંસ-બીફ ખૂબ ભાવતું હોવાથી સરકાર ‘સોનેરી હુંડિયામણ’ કમાવા માટે હજારો સરકારી કતલખાના ચલાવીને લાખોની સંખ્યામાં ગાયોની કતલ કરાવે છે. તેમજ અહિંસાના પૂજારી તરીકે ઓળખાવે છે. નેપાળના ગોરખાઓ પહેલાં ગોરક્ષક-ગોરખા તરીકે અને કૃષ્ણ ભગવાન ગોપાલ-ગોવાળિયા તરીકે જાણીતા હતા. ગાયોનો મહિમા એમણે સંસ્કૃતિની રક્ષા કાજે જ ગાયો હશે ને? આજે વાઘ બચાવો, દિપડા બચાવો, મોરને બચાવોના અભિયાન ચાલતા હોય છે! (ખરેખર તો આજે ‘માનવી’ને બચાવવો પડે એવા સંજોગો ઊભા થયેલાં છે.) સરકારનું ચાલે તો મચ્છર-માખીને પણ રાષ્ટ્રીય જીવજંતુ તરીકે જાહેર કરે! ભારતીય સંસ્કૃતિની રક્ષા કાજે સરકાર સત્વરે ગાયને રાષ્ટ્રીય-પ્રાણી તરીકે જાહેર કરે. જોઇએ તો વરસમાં વધુ એક રજા ગૌરક્ષા-દિન’ તરીકે જાહેર કરીને સરકાર માઇબાપ ગાયમાતાને બચાવી શકે એમ.
અરવિંદાશ્રમ- રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે