National

અરવિંદ કેજરીવાલની વધુ એક ચૂંટણી ભેટ, દલિત વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)એ દલિત સમુદાય માટે મોટી જાહેરાત કરી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ડૉ. આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી છે. આ પહેલા પણ AAP અનેક લોકલાડીલી યોજનાઓની જાહેરાત કરી ચૂકી છે. જેમાં વૃદ્ધો માટે સંજીવની યોજના અને ઓટો ચાલકોને પાંચ મોટી ગેરંટી, મહિલા સન્માન યોજના વગેરેનો સમાવેશ થાય છે.

દિલ્હીમાં જનતાને સંબોધિત કરતી વખતે AAP કન્વીનર કેજરીવાલે ડૉ. આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે વિદેશમાં ભણવા માંગતા દલિત વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ અમારી સરકાર ઉઠાવશે. આ માટે અમે ડૉ.આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ શરૂ કરીશું. દલિત સમાજનું એકપણ બાળક પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ડૉ. ‘આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ’ આપવામાં આવશે. દલિત સમાજના બાળકોનું વિદેશમાં ભણવાનું સપનું સાકાર થશે.

AAPએ નવી યોજનાની જાહેરાત સાથે ભાજપ પર પ્રહારો કર્યા
AAP એ ડૉ. આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. એક્સ એકાઉન્ટ પર ‘ભાજપના લોકો, તમે બાબા સાહેબને ગાળો આપો, હું તેમનું સન્માન કરીશ. આ મારી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ છે. અરવિંદ કેજરીવાલે પોતાના X એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરી છે.

મહિલાઓ માટે આ યોજના
આ પહેલા અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર લાયક મહિલાઓના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા મોકલશે. સાથે જ કેજરીવાલે ચૂંટણી બાદ મહિલાઓને 1000 રૂપિયાના બદલે 2100 રૂપિયા આપવાની વાત પણ કરી હતી. કેજરીવાલનો દાવો છે કે જો ફરી AAPની સરકાર બનશે તો આ રકમ વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલના જણાવ્યા અનુસાર ગયા માર્ચ મહિનામાં દરેક મહિલાના ખાતામાં દર મહિને અમુક પૈસા જમા કરાવવાનું વચન આપવામાં આવ્યું હતું. 18 વર્ષથી ઉપરની દરેક મહિલાને આ યોજનાનો લાભ મળશે. આ માટે મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નોંધણી કરાવનાર મહિલાઓને દર મહિને તેમના ખાતામાં પૈસા મળવાનું શરૂ થશે.

Most Popular

To Top