સુરત (Surat): પ્રેમી પંખીડા ઘણી વખત ન કરવાનું કરી બેસતા હોય છે ત્યારે સુરત (Surat) શહેરમાં પ્રેમમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના બમરોલી વિસ્તારમાં શનિવારે મોડી રાતે એક યુવતી (Girl) ધાબા પર પોતાના પ્રેમી (lover) સાથે ઉભી હોય અચાનક માતા પિતા (parents) આવી જતા યુવતીએ ઘબરાઈને ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. જેમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થતા યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પોલીસ સૂત્રો પાસે માહિતી પ્રમાણે, શનિવારે બમરોલી વિસ્તારમાં 19 વર્ષની યુવતી અકસ્માતે જ રાતે ટેરેસ પરથી નીચે પટકાઇ હતી. જેમાં પહેલા તો આખી ઘટના કંઈક અલગ જ વર્ણવાઈ હતી, અને કહેવાયું હતું કે આ યુવતીને કોઇએ ધક્કો માર્યો છે, પરંતુ પછી પોલીસે તપાસ (POLICE INVESTIGATION) કરતા સચ્ચાઈ સામે આવી હતી અને એક અલગ જ હકીકત જાણવા મળી હતી. જેમાં ઉલ્લેખ મુજબ આ યુવતી તેના પ્રેમી સાથે શનિવારે રાતે સાડા બાર વાગ્યાની આસપાસ ધાબા પર ઉભી હતી.
દરમિયાન અચાનક યુવતીના માતાપિતા ત્યાં પહોંચ્યા હતા અને આ બંનેને સાથે જોઇ લેતા તે યુવતી ખુબ જ ડરી ગઇ હતી. જેથી ડરના માર્યા તે ત્યાંથી નીચે કૂદી (jump) પડી હતી. ગંભીર રીતે ઘાયલ થતા તેને સુરતની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડાય હતી. હાલ આ યુવતી સિવિલમાં સારવાર હેઠળ છે. આ યુવતીને માથાના ભાગે અને ગુપ્ત ભાગમાં પણ ગંભીર ઇજાઓ થઇ છે. જે બાદમાં યુવતીએ જેની સાથે ધાબા પર ઉભી હતી તેની સાથે તેને પ્રેમ હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ અંગે તેનું નિવેદન લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.