Vadodara

વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા

પાદરામાં lપ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો લાખોની કિંમતનો જથ્થો ઝડપાયો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

વડોદરા શહેર-જિલ્લામાં પોતાના આર્થિક ફાયદા માટે લોકોના જીવ જોખમમાં મુકતા વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઉતરાયણ પૂર્વ પૂર્વે જ શહેર જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેપલો કરવા ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને આવી રહેલા બે ઈસમોને વડું પોલીસે ઝડપી પાડી રૂ.5.30 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાદરા જિલ્લાની વડુ પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો એક ટેમ્પામાં ભરી સંદિપ જાદવ અને જયેશ પઢિયાર લઈને આવી રહ્યા છે. જેથી વડું પોલીસ મથકની ટીમે વોચ ગોઠવી બાતમી આધારિત ટેમ્પો આવતા ટેમ્પાને રોકી કોર્ડન કરી ટેમ્પામાં તપાસ કરતા ટેમ્પા માંથી 600 નંગ ચાઈનીઝ દોરી મળી આવતા વડું પોલીસે જયેશ પઢીયાર અને સંદીપ જાદવની ધરપકડ કરી ચાઈનીઝ દોરીના જથ્થા સહીત કુલ રૂ. 5.30 લાખનો મુદામાલ જપ્ત કરી બને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top