Vadodara

ગાંધી જયંતી નિમિત્તે વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

સ્વચ્છતાના આગ્રહી એવા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

જેમાં વડોદરા શહેરની મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલના પરિષદમાં પડેલા કચરાની સફાઈ કરવામાં આવી હતી સાથે આમ આદમી પાર્ટી સદાય ગાંધીબાપુના વિચારો પર ચાલી આવી રહી છે ત્યારે આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સયાજી હોસ્પિટલ માં સફાઈ હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટી ના પ્રમુખ, સ્થાનિક નગર સેવકો, અને મોટી સંખ્યામાં આમની પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા.

Most Popular

To Top