પતિને સોશિયલ મીડિયા પર તલાક આપીને ચર્ચામાં આવેલી દુબઈની રાજકુમારી શેખા મહરા મોહમ્મદ રશીદ અલ મક્તુમ હવે એક પરફ્યુમના લીધે ચર્ચામાં છે. રાજકુમારીએ પરફ્યુમની નવી રેન્જ લોન્ચ કરી છે. આ પરફ્યુમનું નામ રાજકુમારીએ ‘DIVORCE’ નામ આપ્યું છે, તેના લીધે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
પ્રિન્સેસ શેખાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર આ જાહેરાત કરી છે. રાજકુમારીએ આ વર્ષે જુલાઈમાં એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા.
રાજકુમારીએ બ્રાન્ડ માહરા એમ1 હેઠળ લોન્ચ કરી છે. આ નવા પરફ્યુમનો તેના તાજેતરના હાઈ પ્રોફાઈલ છૂટાછેડા સાથે સીધો સંબંધ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં 30 વર્ષની રાજકુમારીએ પરફ્યુમનું ટીઝર શેર કર્યું છે. જેમાં બ્લેક બોટલ પર ‘DIVORCE’ શબ્દ લખવામાં આવ્યો છે.
જોકે, દુબઈના માર્કેટમાં પરફ્યુમની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. શેખા માહરા બિન્ત મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ યુઈએના ઉપરાષ્ટ્રપતિ-વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૌમની પુત્રી છે. શેખના 26 બાળકો પેકી એક શેખા મહારા ગ્રીસના ઝો ગ્રિગોર્કોસની પુત્રી છે. ગ્રિગોરાર્કોસ અને શેખ રસીદ અલ મક્તુમે છુટાછેડા લીધા છે. શેખ રશીદ 14થી 18 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક રાજાઓમાં એક છે.
ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 10 લાખ ફોલોઅર્સ છે.આ વર્ષે 16 જુલાઈએ દુબઈની રાજકુમારીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. આ સમાચાર ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. તે પોસ્ટમાં રાજકુમારીએ લખ્યું હતું કે, પ્રિય પતિ, તમે અન્ય પાર્ટનર સાથે બિઝી હોવાથી હું મારા છૂટાછેડાની જાહેરાત કરું છું. હું તને તલાક આપું છું. હું તને તલાક આપું છું અને હું તને તલાક આપું છું. ટેક કેર યોર સેલ્ફ. તમારી ભૂતપૂર્વ પત્ની.