Vadodara

વાઘોડિયા જીઆઇડીસીમાં હાઈડ્રો ક્રેને અકસ્માત સર્જ્યો

હાઈડ્રોક્રેન ચાલકે આગળ ચાલતા બાઈકને પાછળથી આવતા ક્રેને સર્જ્યો અકસ્માત :

હાઈડ્રો ક્રેન ચાલકને લોકોએ ઝડપી પાડ્યો :

વાઘોડિયા GIDCમા મહેસાણા સ્ટીલ પાસે અકસ્માત :

અકસ્માતમા બાઈક ચાલકનો આબાદ બચાવ, બાઈક ચગદાઈ ગયુ :

વાઘોડિયા GIDCમા મહેસાણા સ્ટીલ નજીક હાઈડ્રો ક્રેનના ચાલકે આગળ ચાલતા બાઈક પર પાછળથી ક્રેન ચઢાવી દેતા અકસ્માત, બાઈક ચાલકનો બચાવ

વાઘોડિયા GIDCમા ખાનગી કંપનીમા નોકરી કરતા ભરતભાઈ હરીભાઈ વસાવા(40) રહે. ઈશ્વરપુરા GIDC કંપનીમા ફરજ દરમ્યાન બીજા પ્લોટમા આવેલ સ્ટોરરુમ પર બાઈક લઈ જતા હતા તે દરમ્યાન કંપની નજીક પસાર થતા પાછળથી આવતા હાઈડ્રોએ આગળ જતા બાઈક ચાલક પર હાઈડ્રો ચઢાવી દેતા હાઈડ્રો નીચે બાઈક ચાલક 30 ફુટ સુઘી ઢસડાયો હતો જોકે સદનશીબે અકસ્માત દરમ્યાન હાઈડ્રો નો ગાર્ડ પકડી લેતા બાઈક ચાલક ને નાનીમોટી ઈજા પહોંચતા જાન બચી ગઈ હતી. રાહદારીઓએ હાઈડ્રો ચાલકને ઝડપી પાડ્યો હતો. હાઈડ્રો ચાલક પ્લોટ નં. 255 મા દિપક હાયર નામની હાઈડ્રો ક્રેન સર્વીસમા સુરજ મહંતો ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અકસ્માતમા ભરત વસાવાને ગેબી ઈજા પહોંચી છે અકસ્માતની જાણ વાઘોડિયા પોલીસને કરવામા આવી છે. જોકે અકસ્માતમા હાઈડ્રો ક્રેનનીચે બાઈકનો કચ્ચરઘાણ નિકડી ગયો હતો પરંતુ બાઈક ચાલકનો આ અકસ્માતમા જીવ બચી ગયો હતો. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકટોડા ઊમટી પડ્યા હતા.

Most Popular

To Top