Madhya Gujarat

જરોદમા મોટર સાઇકલ ગાય સાથે અથડાઇ, ચાલકનુ મોત, ગાય પણ મરી ગઈ



વહેલી સવારે સમયસર સારવારના અભાવે મોત નિપજ્યુ

વાઘોડિયા
હાલોલ વડોદરા રોડ ઉપર જરોદ ગામે જેકીભાઈ અશોકભાઇ ગોહીલ(મૂળ.અમરેલી)નો ઉ.વ.-૨૮,હાલ.રહે., શિવ પાર્ક સોસાયટી. પી.ટી.સી કોલેજ રોડ, દેવગઢ બારીયા,જી.દાહોદમાં એક વર્ષથી SV એડી સ્પોર્ટ્સ એજન્સી તરફથી દાહોદ જીલ્લામાં સરકારની યોજના ઈનસ્કૂલ યોજના અંતર્ગત ફાળવેલ સ્કૂલોની રમત ગમતમાં ટીમ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.ગઈકાલે જેકી તથા તેની પ્રેમિકા અને બીજા મિત્રોએ ભેગા મળીને આજરોજ સવારે પાવાગઢ ખાતે દર્શન કરવા જવાનુ નક્કી કર્યું હતું .તેથી સવારના સમયે જેકી તેની પ્રેમિકાને લેવા દેવગઢ બારિયથી મોટર સાઇકલ લઇને વડોદરા જવા નીકળી ગયો હતો.
તેની પ્રેમિકા બીજા મિત્રો સાથે ગોલ્ડન ચોકડી ઊભા હતા.મોટર સાઇકલ લઇને જેકી સવારે આશરે સાડા પાંચ વાગ્યે જરોદ ગામેથી પસાર થતો હતો તે દરમિયાન જરોદ આરીફ ટ્રાન્સપોર્ટની સામે હાલોલ વડોદરા ટોલરોડ ઉપર જેકીની મોટર સાઇકલ ગાય સાથે ઘડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમા જેકી ઉછળીને ફંગોળાઈ રોડપર પટકાયો હતો.ઈજાગ્રસ્ત જેકીને માથાના ભાગે તથા જમણા કાનમાંથી લોહી નીકળવાનુ શરુ થયુ હતુ, જોકે સમયસર તાત્કાલિક સારવાર નહિ મળતા જેકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.સાથે સાથ ગાય પણ મરણ પામી હતી.જરોદ પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત સ્થળે પહોંચી મૃતદેહને રેફરલ હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top