Vadodara

ગોત્રી મેડિકલ કોલેજ બળાત્કાર કેસમાં તબીબી વિદ્યાર્થીના બે દિવસના રિમાન્ડ

ગોત્રી મેડિકલ કોલેજના સિનિયર વિદ્યાર્થી દ્વારા જૂનિયર વિદ્યાર્થિની પર દૂષ્કર્મ કેસમાં ગોરવા પોલીસે કલમ 376, 377, 306(2)હેઠળ ગુનો નોંધીને આરોપી નિર્ભય જોષીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરીને તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. ગોરવા પોલીસે કહ્યું કે આરોપી સામે દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગોત્રી મેડિકલ કોલેજના સિનિયર નિર્ભયે ગત 15મી માર્ચે રાત્રે સાડા અગિયારની આસપાસ વિદ્યાર્થિનીને રેકોર્ડિંગની કોપીવાળી પેન ડ્રાઇવ લેવા માટે ગોત્રી મેડિકલ કોલેજની છત પર બોલાવી હતી. ત્યારબાદ નિર્ભયે વિદ્યાર્થિની સાથે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધ કર્યું હતું. ગોરવા પોલીસે પીડિતાની ફરિયાદને આધારે નિર્ભય પ્રકાશભાઇ જોષીના વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
આરોપી નિર્ભય પ્રકાશભાઇ જોષી ગોત્રી મેડિકલ કોલેજના મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહે છે. મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની તેના સિનિયર અને રેસિડેન્ટ તબીબ નિર્ભય જોષી પાસે અવારનવાર માર્ગદર્શન લેવા માટે જતી હતી.
બે દિવસ પહેલા આરોપી નિર્ભય જોષીએ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાં હતા અને જબરદસ્તીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું હતું અને કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થિનીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નિર્ભય જોષી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે ગોરવા પોલીસે કલમ 376, 377, 306(2)હેઠળ ગુનો નોંધીને આરોપી નિર્ભય જોષીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરીને તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતી. ગોરવા પોલીસે કહ્યું કે આરોપી સામે દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Most Popular

To Top