Vadodara

શહેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પુર જોશમાં : આજવા એન્ટ્રીગેટ પર સફાઈ

વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા હાલ સ્વચ્છતા હી સેવા અભિયાન પૂર જોશમા ચાલી રહીયુ છે. વિવિધ વિસ્તારોમા સફાઈ અભિયાન ચાલી રહીયુ છે શહેર ના આજવા રોડ પર એન્ટ્રી પોઇન્ટ પર પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામા આવ્યું હતું જેમાં મોટી સઁખ્યા મા પાલિકાના કર્મીઓ જોડાયા હતા. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વડોદરા શહેર મા વિવિધ સ્થળોએ સ્વચ્છતા અંગેના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. શહેર મા જાહેર સ્થળો, મંદિર પરિસરો, શાળા, કોલેજો તેમજ ગ્રામ પંચાયતોમા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવ્યુ છે. પાલિકા દ્વારા જાહેર સ્થળોની સાફ સફાઇ કરવામા આવી રહી છે. જેથી સ્વછતા મામલે વડોદરા નંબર વન બની શકે.

વડોદરા શહેર ના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારો જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, દરિયા કિનારાના પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભ્યારણ્યો, ઐતિહાસિક સ્મારકો, નદી કિનારા તથા તેમના ઘાટ અને નાળાઓ જેવા જાહેર સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ કરાઇ રહી છે તમામ સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્‍પ યોજાઈ રહીયા છે.તેમજ સફાઈકર્મીઓને પીપીઈ કીટ અને સુરક્ષા સાધનો આપવામા આવી રહીયા છે.ઉપરાંત સફાઈકર્મીઓને કેન્‍દ્ર રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓની માહિતી આપી રહીયા છે.

Most Popular

To Top