ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 દરમિયાનa લેવાયેલ SSC તથા HSC બોર્ડ પરીક્ષામાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ગરીબ તથા મધ્યમ આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારનાં બાળકોએ ઝળહળતી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. શહેરની કેટલીક કહેવાતી નામાંકિત અને શ્રેષ્ઠ શાળાઓમાં હજારો રૂપિયા ફી ભરીને અભ્યાસ કરતા માલેતુજારોનાં ફેશનેબલ સંતાનો પણ જે પરિણામ મેળવી શક્યાં નથી તેવું પરિણામ સુમન હાઇસ્કૂલના અત્યંત ગરીબ વિદ્યાર્થીઓએ મેળવીને સરકારી શાળાની સફળતાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હાલમાં સુરત શહેરમાં કુલ 23 શાળાઓ નગરપાલિકા સંચાલિત શાળાઓ છે અને તેમાં ધો. 9થી 12નાં વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી રહ્યાં છે. હાલમાં જાહેર થયેલા પરિણામ મુજબ એસ.એસ.સી. બોર્ડનું પરિણામ 64.62 ટકા આવ્યું છે. જ્યારે સુમન હાઇસ્કૂલે 89.54 ટકા પરિણામ મેળવ્યું છે. એ જ રીતે HSC બોર્ડનું પરિણામ 73.27 ટકા આવ્યું છે. એ જ રીતે સુમન હાઇસ્કૂલનું પરિણામ 92.03 ટકા આવ્યું છે. જે પૈકી બંને બોર્ડ થઇને કુલ 48 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ (90 ટકાથી વધુ ગુણ) પ્રાપ્ત કર્યો છે.
આ વિદ્યાર્થીઓ પૈકી અનેક વિદ્યાર્થીઓના વાલીઓ રત્નકલાકાર, જરી કામ, કડિયાકામ, ઘરકામ અને ભાડાના ઘરમાં એક રૂમ રસોડું કે માત્ર એક રૂમમાં રહે છે. આ પરિણામ થકી એટલું ચોક્કસ કહી શકાય કે જો દૃઢ સંકલ્પ કરી ધગશપૂર્વક યોગ્ય મહેનત કરવામાં આવે તો કોઇ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામ ચોક્કસ મેળવી શકાય છે. અત્યંત સંઘર્ષમય સ્થિતિમાં પણ આવું ઉમદા પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તથા સુમન હાઇસ્કૂલના તમામ કર્મચારી મિત્રો સાચા અર્થમાં અભિનંદનનાં અધિકારી છે.
સુરત – પ્રફુલ્લ એમ. રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘ભારતમાં નરો વા કુંજરો વા’નું મહાભારત
સચરાચરમાં પ્રગટેલ સમગ્ર જીવનમાં નિહિત મૃત્યુ અને અમૃતની વાતમાં જીવનની રક્ષા માટે કરવાનાં કર્મને જ સનાતન ધર્મ તરીકે પ્રસ્તુત કરવામાં ધર્મને ધંધાનું સાધન બનાવામાં ખૂંપી ગયેલા બ્રાહ્મણો જ ભારતની આજની વરવી સ્થિતિ માટે જવાબદાર છે. આજના આભાસી જીવનના જગતમાં માત્ર વિશ્વ વ્યાપાર જ માનવધર્મ બની જતાં ડીજીટલ ભારતમાં બ્રાહ્મણ ક્ષત્રિય અને ક્ષુદ્રોને સૌને ભગવાનના નામનો ધંધો શીખવવામાં આવે છે. જેમાં પરમ સત્યે ‘ધી મહિ તો બચ્યું જ નથી.
ધરમપુર – ધીરુ મેરાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.