નવી દિલ્હી : મહારાષ્ટ્રનું (Maharashtra) રાજકારણ (Politics) ફરી એક વાર કરવટ બદલી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. જેમાં ખરેખર ભૂકંપ આવવાના એધાણો દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં મુખ્યમંત્રીની (Chief Minister) ખુરશી ઉપર કોઈ ટકી શક્યું નથી તે એક હકીકત છે. સૌથી પહેલા અહીં ભાજપ (BJP) જોડે ચુંટણી લઢયા બાદ શિવસેનાએ મુખ્યમંત્રી પદની લાલસામાં આવી જઈને આઘડી મહાગઠબંધનની સાથેની સરકાર રચી હતી. જોકે ઉદ્ધવ ઠાકરે વધુ સમય સુધી સીએમ પદ ઉપર ટકી શક્યા ન હતા. પોતાની જ પાર્ટીના મોટા નેતા એકનાથ શિંદેએ (Eknath Shinde) શિવસેનાના 40થી વધુ ધારાસભ્યોને તોડીને બીજેપીના સમર્થનથી નવી સરકાર બનાવી છે. હવે એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ છે. બીજી તરફ ભાજપ સરકારમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
ભાજપના નેતાએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી
પરંતુ હવે ભાજપના એક નેતાએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. આનાથી રાજનીતિક ગલીયારાઓમાં ફરી એક વાર ચર્ચાનું વાતાવરણ ગરમાયું છે. પોતાની જ પાર્ટીના મોટા નેતા એકનાથ શિંદેએ શિવસેનાના 40થી વધુ ધારાસભ્યોને તોડીને બીજેપીના સમર્થનથી નવી સરકાર બનાવી છે. હવે એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ છે. બીજી તરફ ભાજપ સરકારમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા હતા. હવે ભાજપના એક નેતાએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. આનાથી રાજકારણના કોરિડોરમાં ચર્ચાનું વાતાવરણ ખુબ ગરમાયું છે.
ભાજપે ભારે મનથી એકનાથ શિંદેને બનવ્યા હતા મુખ્યમંત્રી
બીજેપીના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ રવિવારે કહ્યું કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ્યાં સુધી પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ છે ત્યાં સુધી રાજ્યના સર્વાંગી વિકાસ માટે મુખ્ય પ્રધાન બનવું જોઈએ. બાવનકુલેનું નિવેદન તેમના પુરોગામી ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે પાર્ટીએ ફડણવીસને બદલે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા માટે ભારે હૈયાથી નિર્ણય કર્યો છે તેના થોડા મહિના પછી આવું સ્ટેટમેન્ટ આવ્યું છે. ચંદ્રકાંત પાટીલ હાલમાં શિંદેના નેતૃત્વવાળી સરકારમાં કેબિનેટ મંત્રી છે. બાવનકુલેની આ પ્રકારની ટીપ્પણીને લઇને હવે વિપક્ષી દળોને મસાલો મળી ગયો છે.
ભાજપના નેતાના આવા નિવેદન લઇ રાજકારણની હવા બદલાઈ
ઉલ્નાલેખનીય છે કે નાગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં બીજેપી નેતા બાવનકુલેએ કહ્યું કે જ્યાં સુધી હું બીજેપીના રાજ્ય એકમનો અધ્યક્ષ છું ત્યાં સુધી ફડણવીસને મુખ્યમંત્રી બનવું જોઈએ. આ પછી તેણે … કહીને વાક્ય અધૂરું છોડી દીધું અને પછી થોડીવાર માટે અટકી ગયો. પ્રેક્ષકોમાંના ઘણા લોકોએ ‘મુખ્યમંત્રી’ શબ્દની બૂમો પાડ્યા પછી બાવનકુલેએ તેમનું ભાષણ ચાલુ રાખતા કહ્યું, “આપણે બધાએ એવી રીતે કામ કરવાની જરૂર છે કે હવે ફડણવીસને મુખ્ય પ્રધાન પદ મળે.”