SURAT

સુરતમાં નવા નક્કોર 100 મોબાઇલ ફૂટપાથ પરથી મળી આવ્યા!

સુરત: (Surat) ચોક બજારમાંથી પૂજારા મોબાઇલ સ્ટોર અને અન્ય મોબાઇલ સ્ટોરમાંથી (Mobile Store) ચોરી થયેલા 100 મોબાઇલ રીકવર (Mobile Recover) કરવા પોલીસને સફળતા મળી છે. આ ઉપરાંત અમરેલીથી સુરતમાં ચોરી (Theft) કરવા આવતા બે ચોરોની ધરપકડ કરવામાં પણ પીઆઇ અસુરીયા સફળ રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે પૂજારા મોબાઇલ ઉપરાંત અન્ય મોબાઇલ સ્ટોરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મોબાઇલની ચોરી થઇ રહી હતી. આ મામલે તેઓએ ટીમ ગોઠવી હતી. તેમાં બે લોકોની હીલચાલ જણાતા તેઓની પાછળ વોચ ગોઠવવામાં આવતા વેડરોડ ખાતે આવેલા સુએઝ પમ્પિંગ ખાતે ફૂટપાથ પર સંતાડેલા ચોરીના મોબાઇલ મળી આવ્યા હતા.

  • ચોક બજારમાંથી બે મહિનામાં ચોરી થયેલા નવા નક્કોર 100 મોબાઇલ ફૂટપાથ પર સંતાડાયા હતા
  • મોબાઇલની દુકાનોના તાળા તોડતા અમરેલીથી ચોરી કરવા આવતા બે ઇસમની ધરપકડ

આ મોબાઇલ ફૂટપાથ પર એક ગંદા પોટલામાં રાખવામાં આવ્યા હતા. જેને રિકવર કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આ લોકોની હિલચાલ રાત્રિના સમયે વધારે હોવાનુ માલૂમ પડ્યુ હતુ. દરમિયાન વોચ ગોઠવતા તેઓ સુએઝ પપિંગ સ્ટેશન પાસે ફૂટપાથ પર ઉંઘતા હતા અને અહી જ ચોરીનો માલ રાખતા હતા. આ ઉપરાંત આ ચોરીનો માલ અમેરેલી અને તેની આસપાસના વિસ્તારોમાં વેચી મારતા હતા.

અમરેલીથી ચોરી કરવા બે ઇસમો સુરતમાં પડાવ નાંખીને ફૂટપાથ પર ઉંઘતા હતા
સુરતમાં ચોક બજાર વિસ્તારમાં જે રીતે સતત ચોરીઓ થતી હતી. તેના મુખ્ય સૂત્રધારો અમરેલીથી મોબાઇલ સ્ટોરની રેકી કરીને ચોરી કરતા હતા. તેમાં સીસીટીવી ન હોય તેવા સ્ટોરની રેકી કરી ચોરી કરતા હતા. ચોરી કરનાર ઇસમો અરવિંદભાઇ ઉર્ફે રાજુ મકવાણા (ઉ. વર્ષ 28, સંત જલારામ સોસાયટીના ગેટ પાસે આવેલા પેન્ટીંગની દુકાનની છત ઉપર અને પંડોળ વેડરોડ) ખાતે રહેતો હતો. આ ઉપરાંત તે મુળ અમરેલી જિલ્લના દામનગરનો રહેવાસી હોવાની વિગત પોલીસને જાણવા મળી હતી. જ્યારે બીજો ઇસમ અક્ષય ઉર્ફે પપ્પુ હિંમતભાઇ મકવાણા (ઉ, વર્ષ 22 બજરંગ સિનેમાની પાછળ, સબ સ્ટેશનમાં પંડોળ વેડરોડ) ખાતે રહે છે. આ બંને લોકો મૂળ અમરેલી જિલ્લાના દામનગર વિસ્તારના છે. અમરેલી જિલ્લાના દામનગરમાં બે ચોરી ઉપરાંત સુરતમાં પૂજારા મોબાઇલમા બે મહિનામાં કરેલી બે ચોરીના ભેદ ઉકેલાયા છે.

Most Popular

To Top