વડોદરા : વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો વારવાર બનતા જ હોય છે. જેમાં કોઈને ઈજા કે જાનહાનીના બનાવો બનવા પામતા હોય છે. ત્યારે શહેરના હાર્દ સમાં વિસ્તાર એવો અલકાપુરી વિન્ડસર પ્લાઝા પાસે પુરપાટ ઝડપથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે ત્યાંથી પસાર થઈ રહેલા સ્કૂટર ચાલકને અડફેટમાં લીધો હતો. જયારે કારની અડફેટે આવેલા સ્કુટર ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. પરિણામે ત્યાં સ્થળ પર લોહીના ખાબોચિયા ભરાય ગયા હતા. જેના પગલે લોકટોળા બનાવ વાળા સ્થળે એકઠા થયા હતા. અને આ લોક ટોળાએ કાર ચાલકને કારમાંથી ઉતારીને માર માર્યો હતો. જેના પગલે કાર ચાલક ટોળાના મારવાથી ઈજાગ્રસ્ત થયો હતો . પરિણામે કારચાલક અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ઈસમને કારચાલકે પોતાની કારમાં જ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.
શહેરમાં મોડી રાત્રે એક કાર ચાલકે હાર્દ સમાં ગણાતો વિસ્તારમાં અલકાપુરી વિન્ડસર પ્લાઝા પાસેથી પુરપાટ ઝડપથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે તે જ સમયે એક સ્કૂટર ચાલક યુવાન પણ પોતાની સ્કૂટર લઇને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કાર લઇને બેફામ રીતે હંકારી રહેલા કાર ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લેતા મોપેડ ચાલક હવામાં ફંગોળાઈ ગયો હતો અને રોડ ઉપર પટકાયો હતો. પરિણામે રોડ ઉપર પટકાયેલ સ્કૂટર ચાલક યુવાન લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. પરિણામે ગઈકાલે રાત્રે બનેલા અકસ્માતના પગલે પસાર થતાં લોકો તેમજ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં પહોંચાડવાના બદલે કાર ચાલકને જ કારમાંથી બહાર કાઢી માર મારવાનું શરૂ કર્યું હતું.
કાર ચાલક અને ટોળા વચ્ચે છુટ્ટાહાથની માર મારી જોવા મળી હતી. જાહેર માર્ગ ઉપર કાર ચાલક અને ટોળા વચ્ચે થયેલી મારામારીનો વીડિયો ટોળા પૈકી કેટલીક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. આ અકસ્માતના બનાવમાં સ્કૂટરનોતો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મોપેડ ચાલકને પણ ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. આ મામલો ઉગ્ર બનતા કાર ચાલક ઇજાગ્રસ્ત યુવાનને પોતાની જ કારમાં હોસ્પિટલમાં લઇ જવા સ્થળ ઉપરથી રવાના થયો હતો. આ અકસ્માતના બનાવ મામલે કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.