Gujarat

વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વેનું કામ પૂરઝડપે, માંડવી ખાતે CM પટેલે કામગીરીનું નિરીક્ષણ કર્યું

સુરત: (Surat) ભારતના સૌથી લાંબા ૧૩૫૦ કિ.મી. અને અંદાજે રૂા.૯૮ હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના (Delhi-Mumbai Express-Way) નિર્માણનું કાર્ય રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. જે પૈકી ગુજરાતમાંથી ૪૨૩ કિ.મી.નો એકસપ્રેસ-વે પસાર થાય છે. અન્ય રાજયોની સરખામણીએ આ લંબાઈ સૌથી વધુ છે. ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાંથી પસાર થાય છે. ખાસ વાત એ છે કે આ એક્સ્પ્રેસ વે નિર્માણથી મુસાફરીનો સમય ૨૪ કલાકથી થી ઘટીને ૧૩ કલાકનો થશે. ગુજરાતના (Gujarat) લોકોને તેનો સૌથી વધુ લાભ મળશે. તિરંગા યાત્રા નિમિત્તે સીએમ પટેલ સુરતની મુલાકાતે હતા. દરમ્યાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામેથી પસાર થતા વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણની કામગીરીના સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ એકસપ્રેસવે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે.

  • દેશના સૌથી લાંબા અને સૌથી પહોળા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના ભાગરૂપે તૈયાર થઈ રહેલા વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વેનું કામ પૂરઝડપે
  • આ હાઈવેના નિર્માણથી અંદાજિત ૩૨૦ મિલીયન લિટરથી વધુની વાર્ષિક ઇંધણ બચત થશે. જેનાથી આયાત બિલ તેમજ કાર્બન ફૂટપ્રિન્ટ્સમાં ઘટાડો થશે
  • આ હાઈવે ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓ (VME)માંથી પસાર થાય છે. જે હાલના NH – ૪૮ની સરખામણીમાં બંને શહેરો વચ્ચેનું મુસાફરી અંતર ૧૩૨ કિ.મી. ઘટાડશે
  • DMEની ૧૨૦ કિમી/કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે જે મુસાફરીના સમયને લગભગ ૫૦ ટકા ઘટાડવામાં મદદ કરશે. એક્સપ્રેસવે હાલના NH – 48 પરની ભીડને ઓછી કરશે
  • અકસ્માતો અને જાનહાનિમાં ઘટાડો થશે. લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડાની સાથે ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સ્પર્ધાત્મક બનાવીને મેક-ઇન-ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરશે

બે ભાગમાં વહેંચાયેલો છે દિલ્હી-મુંબઈ એક્સ્પ્રેસ વે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે(DME) બે ભાગમાં વહેંચાયેલો છે. પહેલું દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે(DVE) અને બીજું વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે(VME ). જેમાં VME પ્રોજેક્ટને કામને વહેલીતકે પૂર્ણ કરવા માટે ૧૩ પેકેજોમાં તેને વિભાજિત કરવામાં આવ્યો છે. જેમાંથી ૯ પેકેજોનું સિવિલ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ૨ પેકેજમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટએ કેન્દ્રના ભારતમાલા પરિયોજના હેઠળ ભારત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એક્સપ્રેસ-વેના નિર્માણથી રોજગારીની તકો વિપુલ તકો ઉભી થશે અને દેશના આર્થિક વિકાસને નવી ઉચાઈ પર લઈ જશે.

એક્સપ્રેસ વે પર આ હશે સુવિધાઓ
હાલની માળખાકીય સુવિધાઓને પાર કરવા માટે પૂરતી સંખ્યામાં ફ્લાયઓવર, ROBS, મુખ્ય બ્રિજ, નાના પુલો, અંડરપાસ અને કનેક્ટિંગ રોડની દરખાસ્ત કરવામાં આવી છે. દર ૭૫-૧૦૦ કિલોમીટરના અંતરે સુવિધાઓ તેમજ પાર્કિંગ વિસ્તારોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડ, ફ્યુઅલ સ્ટેશન, ફૂડ કોર્ટ/ધાબા, ઓટો વર્કશોપ, હોટેલ અને કન્વેન્શન સેન્ટર, વેરહાઉસ અને લોજિસ્ટિક્સ જેવી સુવિધાઓ હશે. VME એક્સપ્રેસવે પર ટ્રાફિકની દેખરેખ અને નિયમન માટે અને રસ્તાના ઉપયોગકર્તાઓ માટે કટોકટી સંચાર સ્થાપિત કરવા માટે અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ હશે. VME એ જાળવણીની જરૂરિયાતો ઘટાડવા માટે ઉચ્ચ-શક્તિવાળા કોંક્રિટના ટોચના સ્તર સાથેનો કોંક્રિટ પેવમેન્ટ છે. VME ના સંરેખણમાં એવન્યુ અને મધ્યમ વાવેતર તરીકે ૬.૫૦ લાખથી વધુ વૃક્ષો/છોડ વાવેતર કરવામાં આવશે.

સુરત જિલ્લામાં 37 ગામોમાંથી પસાર થશે એક્સપ્રેસ વે
સુરત જિલ્લામાંથી ૫૫ કિ. મી. VME એકસપ્રેસ વે પસાર થાય છે. માંગરોળ, કામરેજ,માંડવી, પલસાણા અને બારડોલી તાલુકાના ૩૭ ગામોમાંથી પસાર થશે. જેના કાર્યની ૫,૬ અને ૭ એમ ત્રણ પેકેજમાં વહેચણી કરવામાં આવી છે. જેમાં પ મું પેકેજ ૭ કિ. મી.,૦૬ પેકેજમાં કિમ માંડવી રોડ ક્રોસ કરીને માંડવી તાલુકા (વીરપોર, રોસવડ અને કરંજ ગામો)માંથી પસાર થાય છે જેની લંબાઈ ૩૬.૯૩ કિ.મી. છે. સાતમું પેકેજ ૧૧ કિ.મીટર છે. સુરત જિલ્લામાં મોટી નરોલી તથા એના ગામે એકસપ્રેસ વેની એન્ટ્રી તથા એકઝીટ રાખવામાં આવી છે. મોટી નરોલી ખાતે NH-48 સાથે કનેકટીવીટી અને એના ખાતે NH-૫૩ સુરત-ધુલિયા સાથે કનેકટ થશે. આ પ્રોજેક્ટએ કેન્દ્રના ભારતમાલા પરિયોજના હેઠળ ભારત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એક્સપ્રેસ-વેના નિર્માણથી રોજગારીની તકો વિપુલ તકો ઉભી થશે અને દેશના આર્થિક વિકાસને નવી ઉચાઈ પર લઈ જશે.

Most Popular

To Top