Entertainment

મુંબઈમાં લવ રંજનની ફિલ્મના સેટ પર આગ લાગી

મુંબઈ: મુંબઈના (Mumbai) ચિત્રકૂટ મેદાનમાં (Ground) આગ (Fire) લાગી હતી. આ ગ્રાઉન્ડમાં ફિલ્મ અને ટેલિવિઝન સેટ બનાવવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ જમીન પર બનેલા સેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. આગની જાણ થતાં ડઝનેક ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી આવ્યા છે. જે જગ્યાએ આગ લાગી તે ફિલ્મનો સેટ છે. આ સેટ ખુલ્લા મેદાનમાં બનાવવામાં આવ્યો હતો, જ્યાં લાકડા, શેડ અને પ્લાસ્ટિકની મદદથી સ્ટુડિયો બનાવવામાં આવ્યો હતો.

  • લવ રંજનની ફિલ્મના સેટ પર આગ લાગી
  • અંધેરી પશ્ચિમમાં ચિત્રકૂટ સ્ટુડિયોમાં લગાવવામાં આવ્યો હતો સેટ
  • ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આ લેવલ-2ની આગ
  • આગ એટલી ભયાનક રીતે લાગી હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા

ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આ લેવલ-2ની આગ છે. આ ઘટનાની જાણ સાંજે 4.28 વાગ્યે થઈ હતી. દિગ્દર્શક લવ રંજનની નામ વગરની આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે. રિપોર્ટ્સ અનુસાર, સેટ પર પ્રી-લાઇટિંગ થઇ રહી હતી, ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. રિપોર્ટસના અનુસાર, રણબીર અને શ્રદ્ધા આવતા સપ્તાહથી સેટ પર શૂટિંગ કરવાના હતા.

આગ એટલી ભયાનક રીતે લાગી હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. મળતી માહિતી મુજબ આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. આગની આ ઘટનામાં હજુ સુધી કોઈ ધાટલ થયું હોવાના સમાચાર મળી આવ્યા નથી. આવી સ્થિતિમાં ફિલ્મ સેટની અંદરથી તમામ સામાન હટાવવામાં આવી રહ્યો છે. મુંબઈમાં આગની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં, BMC દ્વારા ફાયર સેફ્ટીને લઈને જે વાસ્તવિક દાવા કરવામાં આવે છે, તે મોટી આગની ઘટનાઓને ઉજાગર કરે છે.

Most Popular

To Top