વડોદરા : વડોદરા શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસે આવેલા રાત્રિ બજારમાં પ્રેમ જળમાં ફસાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. રાત્રી બજારમાં આવેલી એક દુકાનમાં કામ કરતા યુવાને રાત્રિ બજારમાં જ આવેલી એક દુકાનમાં કામ કરવા આવતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને તે યુવકે સગીરાની માસૂમિયતનો લાભ ઉઠાવ્યો હતો અને સગીરાને ભગાડી જઇ તેની સાથે વારવાર દુષ્કર્મ આચર્યું હતું. અવાર-નવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની ગઇ હતી. જેથી સગીરાએ પરિવારને જાણ કરતા પરિવારે હવસખોર યુવાન સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસે ફરિયાદના આધારે યુવાનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
કારેલીબાગ વુડા સર્કલ પાસે રાત્રી બજાર આવેલું છે. જેમાં ઘણી બધી દુકાનો આવેલી છે તેમાં કામ કરીને પોતાનું પેટીયું પણ ગરીબ મહિલાઓ અને પુરુષો કામ કરે છે. જયારે આ રાત્રિ બજારમાં એક દુકાનમાં મુકેશ ઉમેશ રાજપૂત (રહે. સંજય નગર, મૂળ રહે. પાણીપત, હરિયાણા) મજૂરીનું કામ કરે છે. મુકેશ જે દુકાનમાં કામ કરતો હતો તેનીજ દુકાનની નજીક અન્ય દુકાનમાં એક મહિલા દુકાનમાં વાસણ ધોવાનું છેલ્લા કેટલાક સમયથી કામ કરતી હતી. આ મહિલાના પરિવારની સાથે અવારનવાર એક સગીરા મદદમાં આવતી હતી. આ સગીરાને મુકેશ રાજપૂતે પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી અને વારંવાર દુષ્કર્મ કર્યું હતું અને તેને ગર્ભવતી બનાવી હતી. જેથી યુવતીએ તેની વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
હવસખોર યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને તેની પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમ સબંધ બંધાયા બાદ મુકેશે તે સગીરાને પટાવી ફોસલાવીને ભગાડીને ગયો હતો. જે બાદ તે સગીરાને અલગ અલગ સ્થળે લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આમ મુકેશે અવાર-નવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાથી સગીરાને ગર્ભ રહી ગયો હતો. જેથી ગર્ભ રહી ગયા બાદ ગભરાયેલી સગીરાએ બનાવની જાણ પોતાના પરિવારને જાણ કરી હતી. દરમિયાન સગીરાની મતાએ મુકેશ રાજપૂત વિરૂદ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવે રાત્રિ બજારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
હરણી પોલીસે મુકેશ રાજપુત સામે સગીરાને ભગાડી જઇ તેની સાથે દુષ્કર્મ આચરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી હવસખોર મુકેશ રાજપૂતની ગણતરીના કલાકોમાં અટકાયત કરી લીધી હતી. આ સાથે તેને મેડિકલ તથા કોરોના ચેકઅપ માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં તેનો કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરવા સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માગવાની તજવીજ હાથ ધરાશે. અગાઉ પણ આરોપી આ યુવતીને પટાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની બાબત પોલીસની પ્રાથમિક પુછપરછમાં બહાર આવી હતી.