Vadodara

હજુ તો વરસાદની શરૂઆત જ થઈ ને શહેરની સ્થિતિ નર્કાગાર

વડોદરા : વડોદરા શહેરમાં હજી તો માડ 164 મિલી મીટર વરસાદ જ પડ્યો તેમાં તો પાલિકાની પ્રિ મોન્સુનની કામગીરી છતી થઇ ગઈ છે. ત્યારે વડોદરા શહેરના દરેક વિસ્તારોમાં ગંદકી કાદવ કીચડ થી વડોદરાના શહેરીજનો પાલિકાના વહીવટથી તોબા પોકારી ઉઠ્યા છે. એટલું જ નહીં વડોદરા શહેરમાં નવા સાત ગામોના સમાવિષ્ટની તો હાલત દયનીય થઈ ગઈ છે અને હજુ પણ ગ્રામ્ય વિસ્તાર હોય તે રીતે જ લોકોને કોઈ સુવિધા આજ દિન સુધી મળી નથી તેવું ગામ લોકોનું કહેવું છે. વડોદરા સેવા સદન દ્વારા ચોમાસા દરમિયાન ભારે વરસાદ થી સંભવિત પુર ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી એક બાજુ મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ સાથે બેઠકો યોજી એક્શન પ્લાન તૈયાર કરવા માટેની જરૂરી સુચના આપે છે પરંતુ બીજી બાજુ ઝોન કક્ષાએ કે પછી વોર્ડ કક્ષાએ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જે કામગીરી થવી જોઈએ તે યોગ્ય રીતે થતી નથી જેને કારણે લોકો પરેશાન થઈ જતા હોય છે.

વડોદરા મહાનગર પાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલન ના અભાવને કારણે વિકાસના કામો ઉપર પણ અસર પડતી જોવા મળે છે એટલું જ નહીં પરંતુ રોજબરોજના પ્રાથમિક સુવિધા ના પ્રશ્નોનો કોઈ પણ ઉકેલ આવતો નથી ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે અને વડોદરા શહેરમાં માત્ર 164 mm વરસાદ જ નોંધાયો છે તેમ છતાં વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટની પાછળનો વિસ્તાર હોય કે પછી આજવા રોડ વાઘોડિયા રોડ માંજલપુર જુના પાદરા રોડ તાંદળજા કારેલીબાગ હરણી વારસિયા રીંગરોડ હોય કે પછી પ્રતાપનગર દંતેશ્વર વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં જાદવ કીચડ અને ગંદકીથી ભરેલા જોવા મળી રહ્યા છે. તેને કારણે વડોદરા શહેરીજનોમાં રોગચાળાનો ભય પણ ઉભો થયો છે. એટલું જ નહીં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આઉટ ગ્રોથ વિસ્તાર અને નવા જે ગામોનો ઉમેરો થયો છે ત્યાં પણ પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે. તેમજ ચોમાસુ શરૂ થતા ની સાથે જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને વડોદરા શહેર ની હદમાં સમાવેશ થયો હોવા છતાં પણ કાદવ કિચડની પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તાર જોવા મળી રહી છે છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ ઉકેલ આવતો નથી.

Most Popular

To Top