National

બિહારમાં રહેતા 25 વર્ષના યુવકની ત્વચા ‘સાપ’ જેવી, દર અઠવાડિયે ત્વચા ખરી જાય છે

બિહાર: બિહારના (Bihar) આ માણસની ઓળખ સ્નેક મેન (Snake man) તરીકે કરવામાં આવે છે. બિહારના 25 વર્ષીય મજેબર રહેમાન મલિક તેની દુર્લભ બીમારીને (Disease) કારણે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયા છે. આ યુવક એરિથ્રોડર્મા નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. આ રોગના કારણે તેની ત્વચા (Skin) ઉપર જીવલેણ બળતરા થાય છે. આ સ્થિતિમાં દર્દીની ત્વચા લાલ ફ્લેકી બની જાય છે, જેને ‘રેડ મેન સિન્ડ્રોમ’ પણ કહેવામાં આવે છે.

  • મલિકે બીમારીને પોતાની તાકાત બનાવી અને લોકોને ક્યારેય હાર ન માનવા જણાવ્યું
  • યુવક દુર્લભ બીમારીને કારણે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો
  • જન્મના થોડા દિવસો બાદ મજબીર આ બીમારીની ચપેટમાં આવી ગયો
  • મલિકે સોશિયલ મીડિયા પર તેની એક વીડિયો ડાયરી પણ શેર કરી
  • પરિવાર અને મિત્રોએ તેને પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવવા માટે પ્રોત્સાહિત કર્યું

જન્મના થોડા દિવસો બાદ મજબીર આ બીમારીની ચપેટમાં આવી ગયો હતો. જેના કારણે દર અઠવાડિયે તેમની ત્વચા ખરી જાય છે. તે જ સમયે શિયાળામાં તેમની ત્વચા એટલી શુષ્ક થઈ જાય છે કે તે ફાટી જાય છે. ગામના ડૉક્ટરને પાસે આ રોગ અંગેની સારવાર માટે જતા તેને સારવાર માટે શહેરની મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે પરિવાર મલિકની તબીબી જરૂરિયાતો પૂરી કરી શકતો નથી.

મળતી માહિતી મુજબ મજબીરને શાળાએ જવાનું પસંદ હતું, પરંતુ તેણે અભ્યાસ છોડી દેવો પડ્યો કારણ કે અન્ય વિદ્યાર્થીઓ તેને જોઈને જ તેનાથી ડરતા હતા. મલિકે સોશિયલ મીડિયા પર તેની એક વીડિયો ડાયરી પણ શેર કરી છે, જેમાં તે પોતાની દિનચર્યા લોકો સાથે શેર કરે છે. તેના દિવસની શરૂઆત સવારે બ્રશ કરવાથી થાય છે. આ દરમિયાન, જ્યારે તે કેમેરાને તેના ચહેરાની નજીક લે છે, ત્યારે તેની ત્વચા પર તિરાડો અને લાલ આંખો સ્પષ્ટ પણ જોઈ શકાય છે. મલિકે બીમારીને પોતાની તાકાત બનાવી અને લોકોને ક્યારેય હાર ન માનવા કહ્યું. તેણે કહ્યું કે તે અન્ય લોકો જે કહે છે તેનું સમર્થન કરતા નથી. તેના પરિવાર અને મિત્રોએ તેને પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવવા માટે પ્રોત્સાહિત કર્યું છે.

Most Popular

To Top