Entertainment

તારક મહેતા..ના જેઠાલાલે દીકરીના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા, જુઓ ઈમોશનલ તસવીરો

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta ka Ulta Chashma) ટીવી સિરીયલના અભિનેતા દિલીપ જોશી (Dilip Joshi)ઉર્ફે જેઠાલાલે (jethalal) તેમની પુત્રી નિયતિના લગ્નની કેટલીક સુંદર અને હૃદયસ્પર્શી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. નિયતિના લગ્ન 11 ડિસેમ્બરે યશોવર્ધન સાથે થયા છે. આ શુભ પ્રસંગનું સુંદર તસવીરો (Pictures) સાથે ઈમોશનલ પોસ્ટ (Emotional post ) દિલીપ જોશીએ શેર (Share) કરી છે.

દિલીપ જોશી, તેમની પત્ની માલા, પુત્રી નિયતી અને પુત્ર ઋત્વિકની આ સિમ્પલ અને ઈમોશનલ મોમેન્ટ ફોટોમાં કેપ્ચર કરી દેવાઈ છે. આ અનુભવ શેર કરતા દિલીપ જોશીએ લખ્યું કે, ‘તમે ગીતો અને ફિલ્મોમાંથી લાગણીઓ ઉછીની લઈ શકો છો, પરંતુ જ્યારે તે બધું તમારી સાથે થાય ત્યારે તે અનુભવ અદ્દભૂત હોય છે. ‘

જોશીએ વધુમાં લખ્યું કે, ‘મારી નાનકડી છોકરી અને પરિવારના નવા સભ્ય યશોવર્ધનને જીવનના આ નવા પ્રવાસ માટે ખૂબ શુભેચ્છા. અને એ તમામનો ખૂબ આભાર જેઓ આ ખુશીમાં અમારી સાથે રહ્યા અને અમને આર્શિવાદ આપ્યા. જય સ્વામિનારાયણ.’

દુલ્હનના જોડામાં નાનકડી દીકરી નિયતીની સુંદરતા જોઈ માતા માલા સરપ્રાઈઝ થઈ જાય છે અને પિતા તથા ભાઈ ખુશી સાથે સ્માઈલ આપી રહ્યાં છે.

દુલ્હન તરીકે નિયતીની એન્ટ્રીના મોમેન્ટ્સને પરિવારના સભ્યો અને મિત્રોએ ખાસ બનાવ્યો હતો. આ ખુશીની પળોને કેમેરામાં ક્લીક કરી લેવામાં આવી હતી.

દિલીપ જોશીની દીકરી નિયતીના લગ્ન ગુજરાતી રિતી-રિવાજ અનુસાર થયા હતા. લગ્નની તમામ તૈયારી દિલીપ જોશીએ જાતે સંભાળી હતી. લગ્નની વિધિ દરમિયાન દિલીપ જોશી અને તેની પત્ની માલા ભાવુક થઈ ગયા હતા.

લગ્ન માટે વરવધૂએ ગુજરાતી પારંપરિક વસ્ત્રો પહેર્યા હતા. દુલ્હન નિયતિએ ફ્લોરલ હેરસ્ટાઈલ સાથે લાલ અને બેજ રંગની સાડી પહેરી હતી. ત્યાર બાદ નિયતિએ લીલા રંગની સાડી પહેરી હતી. નિયતિ અને યશોવર્ધનની સગાઈ આ વર્ષે માર્ચમાં જ થઈ હતી.

તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરીયલના દિગ્દર્શક માલવ રાજદા, કલાકારો પ્રિયા આહુજા સુનયના ફોજદાર, પલક સિંધવાણી, કુશ શાહ, સમય શાહ અને અન્યોએ લગ્નપ્રસંગમાં હાજરી આપી હતી. કલાકારોએ મેરેજ ફંકશનમાં સેલ્ફી લીધી હતી.

દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલની દીકરી નિયતીના નાસિકમાં યોજાયેલા લગ્નમાં ઘણી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ નવયુગલ માટે શુભેચ્છાઓની અનેક પોસ્ટ આવી હતી. તન્નાઝ ઈરાનીએ લખ્યું હતું કે, ઓહ માય ગોડ, આ તસ્વીરો જોઈ મને એવું લાગે છે જાણે હું લગ્નપ્રસંગમાં હાજર જ છું. તમે અને માલાએ નિયતિનો ખૂબ સારી રીતે ઉછેર કર્યો છે. વરવધૂને ખૂબ શુભેચ્છા. જેનિફર મિસ્ત્રી, અંબિકા સહિત અન્ય ઘણી સેલિબ્રિટીઓએ નવયુગલને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી.

Most Popular

To Top