સુરત: (Surat) પૂણાગામ ખાતે રહેતા બિલ્ડરે (Builder) સણીયા હેમાદ ગામમાં રહેતી 40 વર્ષીય ત્યક્તા સાથે પ્રેમ સંબંધ (Love affair) બાંધી લગ્નની (Marriage) લાલચ આપી લીવઇનમાં સાથે રહેવાનો કરાર બનાવ્યો હતો. બાદમાં ત્યક્તા સાથે અનેક વખત અલગ અલગ સ્થળે શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં ત્યક્તાએ લગ્ન માટે જીદ કરતા બિલ્ડરે તેને ઢોર માર મારી તરછોડી દેતા તેને સરથાણા પોલીસમાં દુષ્કર્મની (Rape) ફરિયાદ નોંધાવી હતી.
સરથાણા પોલીસ (Sarthana Police) પાસેથી મળતી માહિતી મુજબ પૂણાગામ ખાતે રાજ પેલેસમાં રહેતા 45 વર્ષીય સંજય બાબુભાઈ પોકળની સામે સણીયા હેમાદ ખાતે રહેતી 40 વર્ષીય ત્યક્તાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યક્તાના તેના પતિ સાથે છુટાછેડા થતા તે ઘરમાં સાડી વર્કનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તેને સંતાનમાં એક 16 વર્ષનો દિકરો અને 12 વર્ષની દિકરી છે. ત્યક્તા ત્રણ વર્ષ પહેલા સંજયની બાજુની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી. ત્યારે સંજય સોસાયટીનો પ્રમુખ હોવાથી અવાર નવાર ઘરે આવી મિત્રતા કેળવી હતી. સંજયે ત્યક્તાને પોતે અપરિણીત હોવાનું કહીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચે અવાર નવાર ઘરે, મિત્રના ફાર્મ હાઉસમાં તથા ડુમસની હોટલમાં (dumas Hotel) બળાત્કાર કર્યો હતો. બાદમાં ત્યક્તાએ લગ્નની જીદ પકડતા સંજય ચીક્કાર દારૂ (Alcohol) પીધેલી હાલતમાં પરિણીતાને ઢોર મારમારી તેના સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને બાદમાં તેને તરછોડી દેતા તેણે સરથાણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંજયની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે.
ત્યક્તા સાથે પુજામાં પતિ-પત્નીની જેમ સાથે બેઠો હતો
મહિલા પૂણાગામનું ઘર ખાલી કરી સણીયા હેમાદમાં ફ્લેટમાં રહેવા ગઈ હતી. ત્યારે ફ્લેટમાં હવનમાં બંને જણા પતિ-પત્નીની જેમ પુજામાં બેઠા હતા. આ ઉપરાંત તમામ પ્રસંગોમાં પતિ-પત્નીની જેમ સાથે રહ્યા હતા.
સંજયની પત્નીને જાણ થતા ત્યક્તા સાથે લીવ ઇનનો કરાર બનાવ્યો
સંજયની પત્નીને તેના લફડાની જાણ થઈ ગઈ હતી. અને બીજી તરફ પરિણીતાને પણ ખબર પડી ગઈ કે સંજય પરિણીત છે અને તેને પણ બે સંતાન છે. ત્યારે સંજય પરિણીતા તેને પત્ની ગમતી નથી છુટાછેડા આપી દેવાના છે તેમ કહી લીવ એન્ડ રિલેશનનો કરાર બનાવ્યો હતો.