Gujarat Main

26 જાન્યુઆરીને લઈને SOP જાહેર કરાઈ : જાણો કયા સ્તર પર કેટલા લોકો હાજર રહી શકશે?

26મી જાન્યુઆરીની ઉજવણીને લઈને સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં રાજ્યકક્ષાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન મુજબ કેટલા સમય માટે અને કયા સ્તર પર કેટલા લોકો હાજર રહી શકે તે તમામ જાણકારી આપવામાં આવી છે. 

કક્ષાઓ મુજબ લોકો હાજર રહેવાની સંખ્યાનું વર્ગીકરણ

  • રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો હજાર રહી શકશે
  • જિલ્લા કક્ષાએ 400 લોકો હાજર રહી શકશે
  • તાલુકા કક્ષાએ 250 લોકો હાજર રહી શકશે
  • પ્રજાસત્તાક કાર્યક્રમ 56 મિનિટમાં પૂર્ણ કરવાનો રહેશે
  • માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરવુ પડશે

મહત્વની વાત છે કે જિલ્લા અને તાલુકા કક્ષાએ 250 થી 400 લોકો માટેની જાહેરાત છે, ત્યારે જે પ્રમાણેની સંખ્યા રાખવામાં આવી છે તે જોતા એવું પ્રતિત થઇ રહ્યું છે કે આટલી સંખ્યા તો પોલીસ માટે જ અંકુશ મૂકવું જરૂરી થઇ પડશે. અને પોલીસ સાથે પબ્લિકની સંખ્યાને પણ ધ્યાનમાં લેવું જરૂરી થઇ પડશે.

સામાન્ય રીતે 26 મી જાન્યુઆરીની ઉજવણીમાં પોલીસ પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાય છે. અને આ જાહેરાતમાં જે SOP દર્શાવાય છે એ મુજબ માત્ર 56 મિનિટમાં સંપૂર્ણ કાર્યક્રમ સમાપ્ત કરવાનો રહેશે. ત્યારે આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પણ પ્રશ્નાર્થ છે. જો કે દેખીતી વાત છે કે શાળાઓ પહેલાથી જ બંધ હોય બાળકોને તૈયારી કરવા માટે પણ કોઈ વિકલ્પ રહ્યો નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top