National

કોટામાં શિવજીની શોભાયાત્રા દરમિયાન મોટો અકસ્માત, ઈલેક્ટ્રીક શોક લાગતા 14 બાળકો દાઝી ગયા

કોટા: રાજસ્થાનના (Rajasthan) કોટામાં (Kota) શિવરાત્રીના (Shivratri) અવસર પર એક મોટો અકસ્માત (Accident) થયો છે. શિવ શોભાયાત્રા દરમિયાન ઈલેક્ટ્રીક શોક (Electric Shocked) લાગવાથી 14 જેટલા બાળકો દાઝી (Kids Burn) ગયા હતા. અકસ્માત બાદ સર્વત્ર બૂમો પડી ગઈ હતી. લોકો બાળકો સાથે હોસ્પિટલ તરફ દોડતા જોવા મળ્યા હતા.

તમામ ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા અને ઉર્જા મંત્રી હીરાલાલ નાગર પણ ઘાયલ બાળકોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

કોટા પોલીસે જણાવ્યું કે આ ઘટના બપોરે 12 થી 12:30 વાગ્યાની વચ્ચે બની હતી. કેટલાક લોકો ભઠ્ઠીમાં પાણી ભરવા માટે ભેગા થયા હતા, જેમાં 20-25 બાળકો અને કેટલાક પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

જેમાં એક બાળકના હાથમાં 20 થી 22 ફૂટની લોખંડની ખૂબ લાંબી પાઇપ હતી. પાઇપ ઉપરથી પસાર થતા હાઇ ટેન્શન વાયર સાથે અથડાઇ હતી, જેના કારણે તે દાઝી ગયો હતો. તેને બચાવવા માટે ત્યાં ભેગા થયેલા બાળકોને પણ વીજ કરંટ લાગ્યો હતો. તેથી તેઓ પણ દાઝી ગયા હતા.

દર્દીઓને પ્રાથમિકતાના આધારે સારવાર આપવામાં આવી રહી છે. એક બાળકની હાલત નાજુક છે અને તે 100 ટકા દાઝી ગયો છે, જ્યારે બીજા બાળકને 50 ટકા દાઝી ગયો છે. અન્ય બાળકોને તેનાથી ઓછી અસર થાય છે.

Most Popular

To Top