National

મુરાદાબાદમાં ઓવરટેક કરતા સર્જાયો ગંભીર અકસ્માત, 10નાં મોત 25 ગંભીર

નવી દિલ્હી (New Delhi): છેલ્લા કેટલાક દિવસોથી દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ગંભીર અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર આવ્યા છે. આ દુર્ઘટનામાં દસ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણાની હાલત ગંભીર છે. ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધી 10 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.

આગ્રા હાઈવે પર કુંડારકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાનપુરના પુલ નજીક શનિવારે સવારે ટેંટર અને બસ વચ્ચે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને વાહનોની પાછળ એક ત્રીજી ગાડી પણ તેમની સાથે અથડાયું હતું. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ઘટના ઓવરટેક કરતી વખતે બની છે. પોલીસના જણાવ્યા મુજબ એક ખાનગી બસ કુંડારકીથી મુસાફરો સાથે મુરાદાબાદ જઈ રહી હતી. બસ નાનપુર પુલપરની નજીક જતાં સામેથી આવેલા ટેન્કરે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેન્ટર પલટી ગયું હતું, જ્યારે બસનો આગળનો ભાગ ખરાબ રીતે દબાઇ ગયો હતો.

જિલ્લા અધિકારીઓ રાકેશકુમાર સિંહ અને એસએસપી પ્રભાકર સહિતના અન્ય અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. પોલીસ અધિક્ષક નાગર અમિત આનંદે ઇજાગ્રસ્તોને જોવા માટે જિલ્લા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં ડોકટરોની ટીમ રોકાયેલ છે. અકસ્માત બાદ હાઇવે જામ થઈ ગયો હતો. પોલીસે હાઈવે પરથી વાહનોને કાઢીને ક્રેન દ્વારા ખસેડ્યા હતા અને વાહનવ્યવહાર શરૂ કરાયો છે.

થોડા સમય પહેલા કર્ણાટકના ધારવાડ નજીક પૂણે-બેંગ્લોર નેશનલ હાઇ-વે (Pune-Bengaluru National Highway) પર શુક્રવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધારવાડ નેશનલ હાઇવે પર એક મિની બસ અને ટ્રક અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. દાવણગિરીથી કેટલાક પ્રવાસીઓ મિની બસમાં ગોવા જઇ રહ્યા હતા. ધારવાડ હાઇવે પર સવારે એક મિનિબસ અને ટ્રક વચ્ચે ટકરાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મિનિબસ ઉડી ગઈ હતી. આ અકસ્માતમાં 11 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. દુ:ખદ વાત એ છે કે આ અકસ્માતમાં તમામ મહિલાઓ હતી. કોઇ એક ક્લબની મહિલાઓ એકસાથે ગોવા જઇ રહી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top