Charotar

અમેરિકામાં કાર અકસ્માતમાં બોરસદનાં 3 મહિલાના મોત

બોરસદના વાસણા અને કાવીઠા ગામના ત્રણ મહિલાને અકસ્માત નડ્યો

આણંદ

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામના પરિવાર અમેરિકા સ્થાયી થયાં છે. આ પરિવારના કેટલાક મહિલા સભ્યોને અમેરિકામાં કાર અકસ્માત નડતાં ત્રણના મોત થયાં છે. જેના પગલે તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અમેરિકામાં થયેલા રોડ અકસ્માતમાં ત્રણ મહીલાઓના મોત થવા પામ્યા હતા.  ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાના વાસણા(બો) અને કાવીઠા ગામના મૂળ વતની હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે. અમેરિકામાં થયેલા રોડ અકસ્માતમાં 3 ચરોતરની ત્રણ મહિલાઓનાં મોત થતા માદરે વતનમાં પરિવારજનોમાં અને સગાંસંબંધીઓમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાના વાસણા(બો)ના  વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા  માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ મહિલાનાં મોત થતા વાસણા(બો) ગામ સહિત બોરસદ પંથકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

આણંદ જીલ્લાનાં વાસણા(બો) અને કાવિઠાના રહેવાસી અને અમેરિકામાં સ્થાયી થયેલા પટેલ પરિવાર ગત રોજ આભ તૂટી પડ્યું હતું. જ્યારે અમેરિકાનાં સાઉથ કેરોલીનાનાં ગ્રીનવિલેમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે મહિલાઓ વાસણા (બો) ગામની વતની છે. જ્યારે એક મહિલા કાવીઠા ગામનાં મૂળ વતની છે. અકસ્માતમાં ગાડીમાં સવાર હજુ એક વાસણા ગામની મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતમાં રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ, મનિષાબેન રાજેન્દ્રભાઇ પટેલએ જીવન ગુમાવ્યો હતો.

Most Popular

To Top