Business

અભિનેત્રીઓનાં વસ્ત્રો, હેરસ્ટાઈલને મેકઅપ: કયા ખૂબ લગતી હો બડી સુંદર લગતી હો

‘દિલ દેકે દેખો ફિલ્મ પહેલાં શમ્મી કપૂરની જે ઇમેજ હતી તે એ ફિલ્મ રજૂ થયા પછી બદલાઈ ગઇ. તે એકદમ ડેશીં, કોલેજ, બોય અને ગર્લને ગમે તેવા હીરો બની ગયા. આનું કારણ એ હતું કે તેમણે એ ફિલ્મમાં પોતાની બોડી લેંગ્વેજ બદલી નાંખી, મોર્ડન કહી શકાયએવા ડાન્સ કર્યા, ડાયલોગ બોલવાની રીત બદલી અને એ બધાની સાથે જ ખાસ વાત એ હતી કે તેમણે તેમના ડ્રેસ બદલી કાઢયા. ગીતાબાલીએ તેના માટે જૂદા જ કપડા પસંદ કર્યા અને સ્ટાઈલીશ બનાવી દીધા. ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઈનરનું મહત્વ શું છે તે આવા દાખલાથી સમજી શકાય. ‘ઝંઝીર’, ‘દિવાર’, પહેલાના અમિતાભ અને પછી અમિતાભમાં ફરક છે. ‘આરાધના’થી સ્ટારડમ મળ્યા પછી રાજેશ ખન્ના એકદમ જૂદા થઇ ગયા. ‘દો રાસ્તે’માં તે સાદા પેન્ટ અને બુશર્ટ પહેરે છે પણ પછી દરેક ફિલ્મે તેમણે એવા કપડા પર્હેયા કે જે ચાહકો માટે ‘સ્ટાઈલ’ બની ગયા. આવું બધુ અભિનેત્રીઓમાં પણ થયું છે. 1960 70 સુધીની મીનાકુમારી, નૂતન, નરગીસ વગેરે વસ્ત્રો બાબતે બહુ સભાન ન હતા. તેઓ ગૃહિણીની ભૂમિકા ભજવતી હતી. સંસ્કારી પ્રિયતમા યા પત્ની તરીકે તેમણે દેખાવાનું હતું પણ પછી કોલેજ જતી, પિકનિકમાં જતી, પહાડોમાં પ્રેમ કરતી અભિનેત્રીઓ આવી અને વસ્ત્રો બદલાયા. હા, તે વખતે ખલનાયિકા વધારે મોર્ડન દેખાતી કારણ કે આધુનિકતાને અસંસ્કારીતા સાથે જોડવામાં આવતી. ખલનાયિકા કેબ્રે કરવા માંડી ત્યારે તો કોસ્ચ્યુમ સાવ જ બદલાઈ ગયા. તે સમયના પુરુષ પ્રેક્ષકોને કેબ્રે જોવામાં જલસો પડી જતો.
1960ના વર્ષોની અભિનેત્રીઓ મુવીફેશન બાબતે બહુ સભાન ન હતી. તે વખતે ફેશન ડિઝાઈનર્સનો કોઇ ખ્યાલ પણ ન હતો.કોઇએ સારા દેખાવું હોય તો પોતાની રીતે નક્કી કરે અને દિગ્દર્શક, કેમેરામેન માન્ય રાખે તો આગળ વધે. બ્લેક એન્ડ વ્હાઈટમાંથી કલર ફિલ્મો તરફ આવતાં બધું બદલાવું શરૂ થયું. આશા પારેખે તેમની આત્મકથામાં સંદિપ ખોસલા અને અબુ જાની જેવા ડિઝાઈનર્સનો આભાર માન્યો છે અને કહ્યું છે કે કોસ્ચ્યુમ, એસેસરીઝ, હેરસ્ટાઈલ અને મેક-અપનું શું મહત્વ છે તે હું આમિત્રોને માયા પછી સમજી. આશા પારેખ કહે છે કે ત્યારની બધી અભિનેત્રીઓને એક પોતાની ડ્રેસસેન્સ હતી. સાયરાબાનુએ શું પહેરવું તે તેની અમ્મી નસીન બાનો નક્કી કરતી અને સાધના પોતાની રીતે વસ્ત્રો પહેરવા પસંદ કરતી પણ તેણે સાધના કટ અપનાવી પછી તરત જ પ્રેક્ષકોમાં ખાસ બની ગયેલી. એ સાધનાકટ પછી લગભગ દરેક હીરોઇનો જૂદા જુદા પ્રકારની લટ કાઢતી થયેલી. મુમતાઝની લટ જૂદી, શર્મિલા ટાગોરની જૂદી અને વહીદાજીની જૂદી. 1960 પછી હીરોઇનો મીની સ્કર્ટસ્ કુરતા, જીન્સ પહેરવા તરફ આગળ વધી એનો અર્થ એ પણ હતો કે હીરોઇન હવે માત્ર ઘરની કન્યા યા વહુ નહોતી રહી. સાડી પહેરે તો બ્લોડ પ્રિન્ટ્સ અને બ્રાઈટ કલર્સ વાળી પહેરાતી જેથી બીજા વચ્ચે જરા જુદી દેખાય શકે. સિનામામાં ગ્લેમર ઉમેરાવું જરૂરી હતું.
હતું.
દરેક નવી અભિનેત્રીઓમાં સ્ટાઈલ વિશેની સભાનતા આવી પછી દરેકે પોતાની સ્ટાઈલતી જૂદા પડવાનું ય પસંદ કર્યું. આશા પારેખ ત્વચા સાથે ચોંટેલા હોય તેવા ચુડીદાર અને તેની પરકુરતો પહેરતી. સાડી પહેરે તો તેની સાથે સ્લિવલેસ બ્લાઉઝ હોય અને તેના ગળા પણ મોટા હોય. સ્ત્રી શરીરના અંગોમાં પુરુ,ોને રસ હોય છે અને ફેશન ડિઝાઈનર્સ કાળજી રાખતા કે જે અંગોના ઉભારથી પ્રેક્ષક રાજી થતો હોય તેને ફેશનમાં ઉમેરી લેવું. આશા પારેખ કહે છે કે ‘લવ ઇન ટોકયો’માં મેં જે સાડી પહેરેલી તે ‘બ્રહ્મચારી’માં મુમતાઝે ‘આજકલ તેરે મે રે પ્યારકે ચર્ચે હર જબાન પર’માં જે પહેરેલી તેનાથી પ્રભાવિત હતી. તો ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘આન મિલો સજના અને ‘કારવાં’માં ગામડાની યુવતી યા વણઝારા તરીકે દેખાવાનું હતું તો એકદમ જૂદા ઘાઘરા પણ અપનાવ્યા ઝે એકદમ કલરફૂલ હતા. શહેરનું હોય કે ગામનું પાત્ર હોય પણ ફિલ્મનું હોય તો તેણે સ્ટાઈલીશ દેખાવું જ પડે, તેમાં એકદમ રિયાલિસ્ટિક કપડા ન ચાલી શકે. ‘લવ ઇન ટોકયો’માં આશા પારેખે એક હેરબેન્ડ લગાવ્યું અને એટલું લોકપ્રિય થયું કે લોકો હેરબેન્ડ માંગે તો લવ ઇન ટોકયો આપો એમ કહેતા. સમય બદાલાયો હતો. હેમામાલિની અને પરવીન બાબી સાડી ઉપર છિદ્રોવાળા પોલકા પહેરતી મતલબ કે સાડી બ્લાઉઝમાં મીનાકુમારી લુક ન ચાલે. વૈજયંતિમાલા જયારે ‘આસમાં કે નીચે, હમ આજ અપને પીછે’ ગીતના શૂટિંગ માટે આવી તો સાવ સાદી સાડી હતી. લીના દરુએ તેની પર રંગીન બુટા લગાડી આપ્યા અને આખી વાત બદલાઈ ગઇ. કલાસિકલ ડાન્સ કરનારી અભિનેત્રીએ પરંપરિત નૃત્ય વસ્ત્ર પહેરના પડે પણ પ્રેમી સાથે બીજે બધે વૃત્ય કરતી હોય તો જૂદા જ વસ્ત્રો પહેરવા પડે.આવી સેન્સ ઉમેરાતી ગઇ અને પરદા પર અભિનેત્રીઓ એકદામ આકર્ષક બની ગઈ. કોઇ હીરોઇનને કાશ્મીરની બતાવો યા સીમલા તરફની યા રાજસ્થાનની યા બંગાળની તો તે પ્રમાણે પ્રાદેશિક વૈવિધ્ય પણ આવી જતું. ‘પૂરબ ઔર પશ્ચિમ’માં સાયરાબાનુની ડ્રેસિંગ સેન્સ એકદમ યુરોપીયન હતી. જૈસા દેશ વૈસા ભેષ. હિન્દી ફિલ્મોમાં અભિનેતા-અભિનેત્રીઓએ જે વસ્ત્રો પહેર્યા છે, જે સ્ટાઈલ અપનાવી છે તેનું આલબમ બહુ મોટું બને એવું છે.

Most Popular

To Top