Vadodara

વડોદરા : સયાજીગંજ વિસ્તારમાં લીફ્ટમાં કામ કરતા યુવકનું કરંટ લાગવાથી મોત

મૂળ બોરસદના યુવકની છ મહિના પહેલા જ સગાઈ થઇ હતી

મૂળ બોરસદનો યુવક વડોદરા ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો. આજે બપોર દરમ્યાન સયાજીગંજ વિસ્તારમાં લીફ્ટનું કામ કરતી વખતે અચાનક કરંટ પાસ થતા કામ કરતા ત્રણ કર્મચારીઓને કરંટ લાગ્યો હતો. જે પૈકી મૂળ બોરસદના યુવકનું તાત્કલિક ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મૂળ બોરસદના મોહમદ સાહિલ ઝાકીરઅલી સૈયદ (ઉ.વ.૧૯) નાઓ છેલ્લા એક વર્ષથી જે.ડી. એન્જીન્યરીંગ કંપનીમાં ફરજ બજાવી રહ્યા હતા. આજે સયાજીગંજ વિસ્તારમાં આવેલી એપેકસ હોટલની ઉપર લીફ્ટના કામ અર્થે ગયા હતા. તે દરમ્યાન તેને તેમજ તેના ત્રણ સાથી મિત્રોને વીજ કરંટ લાગતા તે બેભાનાવસ્થામાં જોવા મળ્યા હતા. જોકે બનાવ અંગે કંપનીના માલિકને જાણ થતા તેઓ તાત્કાલિક જ તેને રીક્ષામાં સયાજી હોસ્પીટલમાં લઇ આવ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. જોકે બનાવ અંગે પરિવારજનોને જાણ કરતા તેઓએ સુરક્ષાના સાધનો ન હોવાનું જણાવ્યું હતું પરંતુ અન્ય કર્મચારીઓએ આ બાબતને નકારી કાઢી હતી. અને આ બનાવ અંગે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી હતી.

Most Popular

To Top