Vadodara

વડોદરા : શ્રેયસ વિદ્યાલયમાં વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંકી દેતા વિવાદ,વાલી અને શિક્ષક વચ્ચે ઝપાઝપી

વાલીઓ અને શિક્ષકના આક્ષેપ પ્રતિ આક્ષેપ : મામલો પોલીસમાં પહોંચ્યો

વાલી અને શિક્ષક વચ્ચે થયેલી ઝપાઝપીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9 ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંકી દેતા વિવાદ થયો હતો. વિદ્યાર્થીના પિતા સ્કૂલ પર પહોંચી શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો જ્યારે આ ઘટના બાદ સામ સામે આક્ષેપ પર પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા.



માંજલપુર શ્રેયસ વિદ્યાલય માં ધોરણ નવ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમર્થને ડ્રોઈંગ ના શિક્ષકે લાફો મારી દેતા મામલો બિચક્યો હતો શિક્ષકે વિદ્યાર્થીના મિસબીહેવીયરના કારણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે શિક્ષક સાથે વધુ પડતી દલીલ કરતો હોવાનું શિક્ષકે જણાવી વાલીને બોલાવ્યા હતા. જોકે વિદ્યાર્થીના માતા પિતાએ સ્કૂલ પર પહોંચી અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ સ્ટાફ રૂમમાં જઈ શિક્ષક સાથે ઝપાઝપી કરી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વિદ્યાર્થી સમર્થ સંતોષ પાર્ટેએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આજે અમારો ડ્રોઈંગનો પિરિયડ હતો. સર આવ્યા, સરે બધાએ કીધું કે મેજરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે. મને ખબર ના પડી તો સર મને શીખવાડવાની જગ્યા પર જોરથી લાફો મારી દીધો અને મારા પીઠ ઉપર ત્રણ વખત ફૂટપટ્ટી પણ મારી, એમના હાથમાં ફૂટપટ્ટી હતી એટલે એમના બીક થી બધા જ વિદ્યાર્થીઓ કીધું કે હા અમને આવડી ગયું પણ કોઈને કશી ખબર પડતી ન હતી.



વિદ્યાર્થીની માતા પ્રીતિબેને જણાવ્યું હતું કે મને સ્કૂલમાંથી ફોન આવ્યો અને કીધું કે તમારા છોકરાને મેં લાફો મારી દીધો છે. એટલે તમે મને સ્કૂલમાં મળવા આવો. તો મેં કીધું કે કેમ લાફો માર્યો એણે કશું કર્યું છે. સરે એણે કશું કર્યું નથી એ સામે થાય છે એટલે તમે ખાલી મળવા આવો એટલે હું સ્કૂલ પર ગઈ હતી મારા પતિ પણ સાથે આવ્યા હતા. ત્યાં રિસેસ ચાલતી હતી ત્યાં બીજા બધા છોકરાઓ વાતો કરી રહ્યા હતા કે સમર્થને આજે ખોટી પડી છે. વિદ્યાર્થીઓને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, સમર્થનો વાંક ન હતો એને બહુ જોરથી માર્યો છે. આટલું સાંભળીને કોઈપણ મા બાપને શું થાય. છોકરાનો વાંક પણ ન હતો અને સરને લાફો માર્યો મારા પતિએ અને ત્યાં બધા શિક્ષકોએ ભેગા મળીને મારા પતિને માર માર્યો હતો અને બધા શિક્ષકો લટકી પડ્યા હતા અને બારણું પણ બંધ કરી દીધું હતું સ્ટાફ રૂમનું, આ મામલે હું ફરિયાદ કરીશ.




શિક્ષક કિરણ સિંહે જણાવ્યું હતું કે બાળકને સમજાવ્યું, ભણાવ્યું પછી એને પ્રેમથી સમજાવ્યું, છોકરો દલીલ કરવા લાગ્યો. મેં પ્રેમથી સમજાવ્યો, બેસાડી દીધો પછી મિસબીહેવીયર જોયું ,પછી મેં એમને વાલીને બોલાવ્યા, વાલી ડાયરેક્ટ સ્કૂલે આવ્યા અને સ્ટાફ રૂમમાં આવીને ટીચર ઉપર ડાયરેક્ટ એટેક કરી દીધો. છોકરાને નોર્મલ સમજાવ્યો, ઉભો કરીને, અમારો કેમેરો ચાલુ છે. એમાં જુઓ એટલે ખ્યાલ આવશે. મારતો ટીચર કેવો દેખાયો અને સમજાવતો કેવો દેખાય, છોકરાને તમે આમ હાથ ગાલ પર ફેરવો એટલે માર્યો, એ કેવી રીતે માની લો, વાલીના પિતાએ મારી પર હુમલો કર્યો છે, એ ડાયરેક્ટ આવીને મારે છે અને બીજા શિક્ષકો પકડીને એમને બહાર લઈ જાય છે. છોકરાને સમજવું જ નહોતું અને માત્ર દલીલ કરવી હતી. મેં પ્રેમથી સમજાવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, દરેક છોકરાને હું સમજાવતો સમજાવતો ગયો હતો, પણ આ છોકરો બહેશ કરવા લાગ્યો હતો. મે એને પ્રેમથી સમજાવ્યો હતો. મેં ગાલ પર હાથ લગાવ્યો પણ માર્યો નથી. મેં કીધું તારા વાલીને બોલાવું છું મેં હમણાં વાલીને બોલાયા એના માતા-પિતા આવ્યા અને ડાયરેક્ટ જ મારી પર હુમલો કરી દીધો.

Most Popular

To Top